સુરતમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય બાબતે આજકાલ લોકો આપઘાત જેવું પગલું ભરતા પણ અચકાતા નથી. ત્યારે આવામાં શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અડાજણ વેસ્ટર્ન સેવન સીઝ ખાતે રહેતા 48 વર્ષિય બિલ્ડરે ત્રણ ભાગીદારોના ત્રાસથી કંટાળી જઇ જીવન ટુંકાવી લીધું હતું. ઝેરી દવા પી લેનાર અનિલભાઇ રમણભાઇ પટેલે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા બિલ્ડર અનિલ રમણભાઇ પટેલ (ઉ.વ.48)એ ગત રાત્રે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરી લીધું હતું. તેમનો મોબાઇલ ફોન પણ બંધ હોવાથી પરિજનોએ શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન તેઓ પાલ ગૌરવ પથ રોડ પર તેમની કન્સ્ટ્રક્શન સાઇટના પાર્કિંગમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બિલ્ડર અનિલ પટેલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી બિલ્ડર લાઇન સાથે સંકળાયેલા અનિલભાઇ પટેલના આપઘાતને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
અનિલભાઇએ શંકરકાકા, ગણપતકાકા અને ફોઇના દિકરા જતીન સાથે ભાગીદારીમાં પાલ ખાતે કલ્યાણા રેસીડન્સીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હિસાબ માટે ઘણા સમયથી આ ત્રણેય ભાગીદારો અનિલભાઇને ત્રાસ આપી રહ્યા હતા. જેના કારણે તેમણે આ પગલું ભરી લીધું હતું. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બિલ્ડર અનિલભાઇ પટેલે ઝેરી દવા પી આત્યાંતિક પગલું ભરતા પહેલા ત્રણ ભાગીદારોના નામ લખ્યા હતા. જેમાં કલ્યાણા રેસીડન્સી પ્રોજેક્ટમાં ભાગીદારી કરનાર શંકરકાકા, ગણપત કાકા અને જતીનનો ઉલ્લેખ છે. સ્સુયાઇડ નોટમાં લખ્યું છે કે ઉપરોક્ત ત્રણેય ભાગીદારોને કારણે હું આ પગલું ભરી રહ્યો છું. જતીન મને છેલ્લા ત્રણ મહિનાથી સતત માનસિક ત્રાસ આપતો હતો. મારે કસ્ટમરોને નવા નવા બહાના બતાવવા પડતા હતા. કસ્ટમર અને વેપારીઓને મોઢુ બતાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ લોકો મારી કોઇ વાત સાંભળતા ન હતા. જેના કારણે આ પગલું ભરૂ છું.
આ પણ વાંચો:ચોટીલા વિધાનસભા બેઠક પર શું બની રહશે કોંગ્રેસનો દબદબો?
આ પણ વાંચો:ગોદરેજ ગાર્ડન સિટીમાં કિશોરી સાથે લિફ્ટમાં 65 વર્ષના વૃદ્ધે કરી છેડતી, CCTV આવ્યા સામે
આ પણ વાંચો:દાહોદમાં દારૂની દારૂબંધીની રેલમછેલ, પીપલોદમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
