Cricket/ વિરાટ અને સ્મિથથી આગળ નિકળ્યો આ ખેલાડી, બનાવ્યો મોટો રેકોર્ડ

જો રુટ કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 2021માં 15 ટેસ્ટ મેચની 28 ઇનિંગ્સમાં 1680 રન બનાવ્યા છે.

Sports
જો રૂટ

જો રુટ કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 2021માં 15 ટેસ્ટ મેચની 28 ઇનિંગ્સમાં 1680 રન બનાવ્યા છે. રૂટે આ મામલે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડ્યો છે. 2008માં સ્મિથે 15 ટેસ્ટની 25 ઇનિંગ્સમાં 1656 રન બનાવ્યા હતા.

જો રૂટ

આ પણ વાંચો – Cricket / સૂર્યકુમાર યાદવે ક્રિકેટ મેદાનમાં બતાવ્યું પોતાનુ રૌદ્ર સ્વરૂપ, તોફાની અંદાજમાં ફટકારી બેવડી સદી

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની એશિઝ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. મેચનાં પહેલા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની હાલત ઘણી ખરાબ છે. ટી ટાઇમ સુધી મહેમાન ટીમે 128 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે અત્યાર સુધી કેપ્ટન જો રૂટ સૌથી વધુ સ્કોરર રહ્યો છે જેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. રૂટે સળંગ ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે, જે ટેસ્ટ ક્રિકેટમાં તેની 53મી ફિફ્ટી છે. આ ઇનિંગ દરમ્યાન રૂટે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

રુટે કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2021માં અત્યાર સુધીમાં 1680 રન બનાવ્યા છે અને 2008માં ગ્રીમ સ્મિથનાં 1656 રનનાં રેકોર્ડને પાછળ છોડી દીધો છે. વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનનાં મોહમ્મદ યુસુફનાં નામે છે જેણે 2006માં 11 મેચમાં 1788 રન બનાવ્યા હતા. તેના પછી વેસ્ટ ઈન્ડિઝનાં મહાન વિવિયન રિચર્ડ્સનો નંબર આવે છે, જેમણે 1976માં 11 ટેસ્ટ મેચમાં 1710 રન બનાવ્યા હતા. માઈકલ ક્લાર્કે 2012માં કેપ્ટન તરીકે 1595 રન બનાવ્યા હતા.

જો રૂટ

આ પણ વાંચો – Viral Video / બેટ્સમેનની એક ભૂલ ટીમને પડી ભારે, 2 રનનાં ચક્કરમાં કરી આટલી મોટી ભૂલ, Video

આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમનાં વિરાટ કોહલીએ એક વર્ષમાં બે વખત કેપ્ટન તરીકે 1200થી વધુ રન બનાવ્યા છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ 2018માં 13 ટેસ્ટ મેચમાં 1322 રન બનાવ્યા હતા. 2016માં તેણે 18 ઇનિંગ્સમાં 1215 રન બનાવ્યા હતા. જો કે કેપ્ટન તરીકે કોહલી જો રૂટથી ઘણો પાછળ છે.