ACC Emerging Asia Cup/ ભારતની એ ટીમે એક તરફી મેચમાં નેપાળને 9 વિકેટથી હરાવ્યું

બોલરોની ધારદાર બોલિંગ બાદ અભિષેક શર્મા અને સાઈ સુદર્શનની શાનદાર બેટિંગના આધારે ઈન્ડિયા-એ એ ઈમર્જિંગ એશિયા કપમાં નેપાળ-એને હરાવ્યું હતું.

Top Stories Sports
4 1 10 ભારતની એ ટીમે એક તરફી મેચમાં નેપાળને 9 વિકેટથી હરાવ્યું

બોલરોની ધારદાર બોલિંગ બાદ અભિષેક શર્મા અને સાઈ સુદર્શનની શાનદાર બેટિંગના આધારે ઈન્ડિયા-એ એ ઈમર્જિંગ એશિયા કપમાં નેપાળ-એને હરાવ્યું હતું. ભારતીય ટીમે આ મેચ નવ વિકેટે જીતી હતી.આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી જીત છે. અગાઉ ભારત-A એ UAE-A ને હરાવ્યું હતું. નેપાળ પ્રથમ બેટિંગ કરતા માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે આ લક્ષ્યાંક 22.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

હવે ભારતનો આગામી મુકાબલો 19મી જુલાઈએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારત-A અને પાકિસ્તાન-A ટીમો કોલંબોમાં આમને-સામને થશે. આ મેચમાં ભારત જીતની હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરશે.