Not Set/ ICC World Cup-AUS vs WI : ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા વિન્ડીઝને આપ્યો 289 રનનો લક્ષ્ય, વિન્ડીઝની 2 વિકેટ

નોટિંઘમનાં ટ્રેટ બ્રિજ મેદાન પર એસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈંન્ડિઝનો વિશ્વકપનો 10મો મુકાબલો ચાલી રહ્યો છે,  જ્યા ઓસ્ટ્રેલિયાનાં મધ્યમક્રમનાં બેટ્સમેન નેથન કુલ્ટર નાઇલ પોતાની સદીથી માત્ર 8 રનથી ચુકી ગયો હતો. તેણે 60 બોલમાં આઠ ચોક્કા અને ચાર છક્કાની મદદથી 92 રન બનાવ્યા હતા. જો કે તે સદીથી માત્ર 8 રને ચુકી જતા નિરાશ થઇ ગયો […]

Top Stories Sports
smith ICC World Cup-AUS vs WI : ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા વિન્ડીઝને આપ્યો 289 રનનો લક્ષ્ય, વિન્ડીઝની 2 વિકેટ

નોટિંઘમનાં ટ્રેટ બ્રિજ મેદાન પર એસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈંન્ડિઝનો વિશ્વકપનો 10મો મુકાબલો ચાલી રહ્યો છે,  જ્યા ઓસ્ટ્રેલિયાનાં મધ્યમક્રમનાં બેટ્સમેન નેથન કુલ્ટર નાઇલ પોતાની સદીથી માત્ર 8 રનથી ચુકી ગયો હતો. તેણે 60 બોલમાં આઠ ચોક્કા અને ચાર છક્કાની મદદથી 92 રન બનાવ્યા હતા. જો કે તે સદીથી માત્ર 8 રને ચુકી જતા નિરાશ થઇ ગયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાને 288 રન સુધી પહોચાડવામાં તેનો મહત્વનો ફાળો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

તાજેતરમાં વેસ્ટ ઈંન્ડિઝની ટીમ 8 ઓવરમાં 50 રન પર 2 વિકેટ ગુમાવી ચુકી છે.

ઓસ્ટ્રેલિયા ટીમની નબળી શરૂઆત હોવા છતાં, સ્મિથ અને કુલ્ટર નાઇલની ઈનિગ્સની મદદથી મેચમાં મોટો સ્કોર ફટકારવામાં સફળ રહી હતી. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે શરૂઆતમાં સારો પુરવાર થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ફક્ત 38 રન પર ચાર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એરોન ફિંચ માત્ર છ રન બનાવી ઓશાન થોમસનાં બોલ પર શાઈ હોપને કેચ આપી બેઠો હતો. અન્ય ઓપનર ડેવિડ વોર્નર ફક્ત ત્રણ રન પર આઉટ થયો હતો. શેલ્ડન કોટરેલે તેને શિમરોન હેટમેયરનાં હાથમાં કેચ કરાવી આઉટ કર્યો હતો. ઉસ્માન ખ્વાજાએ 19 બોલમાં 13 રન બનાવ્યા તો ગ્લેન મેક્સવેલ પોતાનું ખાતુ પણ ખોલી શક્યો નહતોનોટિંઘમનાં ટ્રેટ બ્રિજ મેદાન પર એસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈંન્ડિઝનો વિશ્વકપનો 10મો મુકાબલો ચાલી રહ્યો છે,  જ્યા ઓસ્ટ્રેલિયાનાં મધ્યમક્રમનાં બેટ્સમેન નેથન કુલ્ટર નાઇલ પોતાની સદીથી માત્ર 8 રનથી ચુકી ગયો . જો કે સ્ટીવ સ્મિથે એક તરફથી મોરચો સંભાળી લીધો હતો. તેણે પહેલા માર્કસ સ્ટોઇનિસની સાથે મળી 36 રનની નાની ભાગેદારી કરી હતી. ટીમમાં 79 રન થયા હતા ત્યારે સ્ટોઇનિસ પણ આઉટ થતા ઓસ્ટ્રેલિયા માટે સ્થિતિ વધુ ગંભીર બની હતી.

માત્ર 79 રનમાં અડધી ટીમનાં પેવેલિયનમાં પરત ફર્યા બાદ, સ્મિથે વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી 45(55) સાથે મોરચો સંભાળ્યો. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 68 રન જોડ્યા હતા. 31મી ઓવરમાં જ્યારે ટીમનો સ્કોર 147 હતો, ત્યારે એલેક્સ કેરી આન્દ્રે રસેલનાં બોલ પર શાહીનાં હાથે કેચ આઉટ થયો હતો. નવા બેટ્સમેન નેથન કુલ્ટર નાઇલે સ્મિથ સાથે મળીને જવાબદારી સંભાળી. કુલ્ટર નાઇલ ઝડપી રન બનાવવાનું શરૂ કર્યુ હતુ, બંન્નેએ 102 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને 249 રનનાં સ્કોર સુધી પહોંચ્યા. સ્મિથ અને કુલ્ટન નાઇલે આ દરમિયાન તેમની અડધી સદી પૂર્ણ કરી હતી. મેચની 45મી ઓવરમાં સ્મિથ આઉટ થયો હતો. સ્મિથ છક્કો મારવાનાં પ્રયાસમાં આઉટ થઇ ગયો હતો. ઓશને થોમસને તેની વિકેટ મળી હતી. ત્યારબાદ આવેલા નવો બેટ્સમેન પેટ કમિન્સ ફક્ત બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 49મી ઓવરમાં સદીની એકદમ નજીક આવ્યા બાદ કુલ્ટર નાઇલ બાઉન્ડ્રી પર કેચ આઉટ થઇ ગયો હતો.