Not Set/ અર્થતાંત્રીક સુધારા અને અમલીકરણમાં વિદેશ નીતિ મહત્વ પૂર્ણ : વિદેશમંત્રી જયશંકર

કોઇ પણ પ્રકારની ચૂંટણી લડ્યા વિના સીધી જ PM મોદી દ્રારા પસંદ કરવામા આવેલા અને કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકે જેમને મહત્વ પૂર્ણ જવાબદારી સોંપવામા આવી છે તેવા વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતીય અર્થતંત્રને વેગ વંતુ બનાવવાનાં શરુ કરવામાં આવેલા મોદી સરકારનાં પ્રયાસોમાં વિદેશમંત્રાલયની ભૂમિકાને મહત્વ પૂર્ણ ગણાવી છે. જયશંકરે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું છે કે […]

Top Stories India
s jaysankar અર્થતાંત્રીક સુધારા અને અમલીકરણમાં વિદેશ નીતિ મહત્વ પૂર્ણ : વિદેશમંત્રી જયશંકર

કોઇ પણ પ્રકારની ચૂંટણી લડ્યા વિના સીધી જ PM મોદી દ્રારા પસંદ કરવામા આવેલા અને કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકે જેમને મહત્વ પૂર્ણ જવાબદારી સોંપવામા આવી છે તેવા વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતીય અર્થતંત્રને વેગ વંતુ બનાવવાનાં શરુ કરવામાં આવેલા મોદી સરકારનાં પ્રયાસોમાં વિદેશમંત્રાલયની ભૂમિકાને મહત્વ પૂર્ણ ગણાવી છે. જયશંકરે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાભરમાં ભારતનું કદ મોટુ અને શક્તિશાળી બન્યું છે. PM મોદીના વખાણ કરતા જયશંકરે જણાવ્યું કે ટીમ મોદીમાં તમામ મંત્રાલયો એક બીજા સાથે ખભેખંભો મિલાવીને કામ કરી રહ્યા છે અને માટે જ દેશની મોટા ભાગની જનતા માની રહી છે કે છેલ્લા પાંચ વર્ષમાં દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા પહેલા કરતા અનેક ગણો વધારો થયો છે.

sushma bignews malayalam અર્થતાંત્રીક સુધારા અને અમલીકરણમાં વિદેશ નીતિ મહત્વ પૂર્ણ : વિદેશમંત્રી જયશંકર

વૈશ્વિકરણ અને અર્થિક વ્યવસ્થાના વિશે વાત કરતા વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે ભારતમાં વૈશ્વિકરણ અને અર્થતંત્ર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્લોબલ સપ્લાય ચેન, ઇન્ટલ એક્ચ્યુલ ટેલેન્ટમાં સ્થળાંતર અને વૈૈશ્વિક માર્કેટ સુધી આસાની સાથે પહોંચવા જેવા મુદ્દાઓમાં છેલ્લા કેટલાક સમયમાં ખાસું પરિવર્તન આવી રહ્યું છે. સરકાર વર્તમાન સમયમાં ભારતીયમાં આર્થિક ફેરફારોનું અમલીકરણ કરવા ઈચ્છી છે અને તેમાં વિદેશ નીતિની ભૂમિકા પણ મહત્વની રહેશે. આ માટે અર્થવ્યવસ્થાની બહારના પરીબળોનો સામનો કરવો પણ જરૂરી હોય છે. આપણે એવી સમજદારી અને વ્યાવસ્થા વિકસીત કરવી પડશે જેથી વિદેશમાં આપણી કંપનીઓ પોતાનો વ્યાપ વધારી શકે.

jaishankar Indian અર્થતાંત્રીક સુધારા અને અમલીકરણમાં વિદેશ નીતિ મહત્વ પૂર્ણ : વિદેશમંત્રી જયશંકર

 

જયશંકર દ્રારા વધું જણાવવામા આવ્યું કે વૈશ્વિકરકણ નબળુ પડી રહ્યું છે અને તેનાં મુળમાં અનેક દેશોમાં વધી રહેલો રાષ્ટ્રવાદનો વ્યાપ જોવામા આવી રહ્યો છે. જેના કરાણે વિશ્વ વધુ એક વખત નવા સંતુલનો પ્રસ્થાપિત કરવા તરફ ઝડપથી વધી રહ્યું છે. ચીન અને ભારતમાં વધી રહેલા રાષ્ટ્રવાદી વલણથી નવા વૈશ્વિક સમીકરણો રચાય રહ્યા છે અને આ સમીકરણો વિશ્વની અર્થવ્યવસ્થામાં મોટા ફેરફાર લાવી શકે છે