Gujarat/ રાજકોટ AIIMSનું કાલે PM મોદી કરશે ઇ-ખાતમુહર્ત, તૈયારીને આખરી ઓપ, બહોળા પ્રમાણમાં અગ્રણીઓ આમંત્રિત

વડાપ્રધાન મોદી આવતીકાલે દિલ્હી ખાતેથી ગુજરાત રાજ્યની સૌપ્રથમ AIIMSનું 10:00 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં વર્ચુઅલ ખાતમુહૂર્ત

Top Stories Gujarat
a

વડાપ્રધાન મોદી આવતીકાલે દિલ્હી ખાતેથી ગુજરાત રાજ્યની સૌપ્રથમ AIIMSનું 10:00 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં વર્ચુઅલ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે.આ કાર્યક્રમની તૈયારી માટે અધિકારીઓને સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સાંસદ ધારાસભ્યો સહિત ભાજપના દિગ્ગજ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એટલું જ નહિ આવતી કાલના કાર્યક્રમમાં રાજ્યપાલ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપસ્થિત રહી શકે છે. ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 500 જેટલા અગ્રણીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને રાજકોટના સ્થાનિક નાગરિકોમાં ખાસ ચર્ચા થઈ રહી છે.

a
b

Gujarat / તમામ જાહેર પતંગોત્સવ કરાયા રદ્દ, કેબિનેટની બેઠકમાં લેવાયો મહ…

રાજકોટ AIIMS હોસ્પિટલનું અંદાજિત 12 કરોડના ખર્ચે નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે એક વખત શરૂ થઈ જશે પછી ગુજરાતના વિધાર્થીઓને અન્ય રાજયોમાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટે લાંબુ થવું નહીં પડે. એવું AIIMSના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેના નિર્માણ માટેનો મુખ્ય હેતુ શ્રેષ્ઠ તબીબોની ટીમ દ્વારા આધુનિક સારવાર સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. જેના માટે યથા યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની અત્યાધુનિક સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવશે.વર્તમાન સમયમાં એક તરફ કોરોના મહામારીની વચ્ચે લગ્ન જેવા પ્રસંગોમાં સામાન્ય નાગરિકને 200 વ્યક્તિની મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે અહીં વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમ ડોમને જોતાલાગી રહ્યું છે,પરંતુ તમામ આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ધ્યાન રાખવામાં આવશે તેમ લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ બાબત સામાન્ય લોકો માટે ચર્ચાનો વિષય બની છે. વડાપ્રધાન મોદી દ્વારા ઇ-ખાતમુહર્ત કરવામાં આવી રહ્યું છે તેના માટે રાજકોટના અધિકારીઓ સહિત AIIMS ઓથોરિટીમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Vaccine / ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા Covid-19 રસીને યુકેમાં કટોકટીનાં ઉપયો…

રાજકોટ AIIMS ના જામનગર રોડ ખાતેના સ્થળ પર આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવી રહ્યો છે. રાજકોટમાં 32 બાય છપ્પન ફૂટનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ડોમમાં જીવંત પ્રસારણ માટે ત્રણ મોટી સ્ક્રીન મૂકવામાં આવી રહી છે.કાર્યક્રમની તૈયારીઓ અંગે રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે AIIMS હોસ્પિટલના ખાત મુહર્ત માટે મેડિકલ ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર, ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પરંતુ સત્તાવાર રીતે કેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તે અંગે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું તેમણે કહ્યું હતું કે અત્યારે આ અંગે કશું કહી શકાય નહીં.

PM Narendra Modi to Lay Foundation Stone of AIIMS Rajkot on Thursday

LAC / LAC પર સ્થિતિ યથાવત, રાજનાથનો ચીનને આકરો સંદેશો – R…

રાજકોટ AIIMS હોસ્પિટલના આ કાર્યક્રમ માટે સમગ્ર રાજકોટના વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ કામે લાગ્યા છે. મુખ્યમંત્રીના પ્રચાર-પ્રસાર માટે હાઈવે પર થોડા થોડા અંતરે બેનર્સ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. આ ઉપરાંત ટ્રાફિક વાહન વ્યવહાર આરટીઓ સહિતની કામગીરી પોલીસને સોંપી દેવામાં આવી છે. ઉપસ્થિત મહેમાનો માટે ખાસ નાસ્તા માટેની વ્યવસ્થા પણ અધિકારીને સોંપી દેવામાં આવી છે. રાજકોટના વિવિધ માર્ગોપર જ્યાંથી મુખ્યમંત્રી સહિતના લોકો પસાર થવાના છે તે રસ્તાને તાત્કાલિક સમારકામ કરાવી દેવામાં આવ્યો છે.રાજકોટ સર્કિટ હાઉસ ઉપરાંત મોટી ખાનગી હોટલ બુક કરી લેવામાં આવી છે. અહીં રાજ્યના મંત્રી ટોચના ઉદ્યોગપતિઓ સહિતના મહેમાનોને આપવામાં આવી શકે છે. સાથોસાથ ડોમમા સોશિયલ ડિસ્ટનસ સાથેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…