#TokyoOlympic2021/ બોકસર લવલીનાની સેમીફાઇનલમાં થઇ હાર, છતા રચ્યો ઇતિહાસ

ટોક્યો ઓલિમ્પિકમાં બોક્સર લવલીનાની યાત્રા હવે પૂર્ણ થઇ ગઇ છે. બોક્સર લવલીના બોરગોહેનને સેમિફાઇનલમાં તુર્કીની બસેનાઝે 5-0 માત આપીને તેના ટોક્યો ઓલિમ્પિક 2020 માં આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે. 

Top Stories Sports
બોક્સર
  • ટોકિયો ઓલિમ્પિકમાં બોકસર લવલીનાની હાર
  • લવલીનાની સેમીફાઇનલમાં થઇ હાર
  • બોકસર લવલીનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ
  • તુર્કીની બુસેનાઝે લવલીનાને 5-0થી આપી મ્હાત
  • લવલીનાને મળશે કાંસ્ય પદક

ટોક્યો ઓલિમ્પિકમાં બોક્સર લવલીનાની યાત્રા હવે પૂર્ણ થઇ ગઇ છે. બોક્સર લવલીના બોરગોહેનને સેમિફાઇનલમાં તુર્કીની બુસેનાઝે 5-0 માત આપીને તેના ટોક્યો ઓલિમ્પિક 2020 માં આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે.

આ પણ વાંચો – ટોક્યો ઓલિમ્પિક્સ / ભારતીય ઓલિમ્પિક ખેલાડીની જાતિની  સર્ચ થઈ રહી છે, ટોચના કીવર્ડ પીવી સિંધુ જાતિ છે

ટોક્યો ઓલિમ્પિકમાં વેલ્ટરવેઇટ મહિલા બોક્સિંગનાં સેમિફાઇનલ મુકાબલામાં ભારતની લવલીના બોરગોહેનને તુર્કીની વિશ્વની નંબર 1 બોક્સર બુસેનાઝ સુરમેનેલીએ હરાવી હતી. આ સાથે, લવલીનાનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું વિખેરાઈ ગયું છે, હવે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જણાવી દઇએ કે, બોક્સર સેમિફાઇનલમાં હારી જાય તો પણ તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. લવલીના હારી ગઈ હોવા છતાં તેણે ઈતિહાસ સર્જ્યો છે. તે બોક્સિંગમાં મેડલ જીતનાર બીજી મહિલા બોક્સર બની ગઇ છે. લવલીના પહેલા, બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સ-2018 માં વિજેન્દર સિંહે અને લંડન ઓલિમ્પિક ગેમ્સ-2012 માં મેરી કોમે ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ટોક્યો 2020 માં ભારતીય મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. પહેલો મેડલ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ સિલ્વર સ્વરૂપે જીત્યો હતો, જ્યારે મહિલા બેડમિન્ટનમાં બીજો મેડલ પીવી સિંધુએ બ્રોન્ઝ સ્વરૂપે જીત્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / રેસલર રવિ દહિયાની સેમિફાઇનલમાં છલાંગ, બુલ્ગારિયાનાં રેસલરને આપી માત

લવલીનાએ પ્રથમ રાઉન્ડમાં હિંમત દર્શાવી હતી, પરંતુ જજોએ બુસેનાઝને પ્રબળ માની હતી. જજોએ સર્વસંમતિથી પ્રથમ રાઉન્ડમાં બુસેનાઝનાં પ્રહારને વધુ અસરકારક ગણાવી અને 5-0ની તરફેણમાં ચુકાદો આપ્યો. લવલીનાએ બીજા રાઉન્ડમાં પણ પુનરાગમન કરવાની હિંમત કરી, પણ બુસેનાઝનો અનુભવ કામમાં આવ્યો. બુસેનોઝે માત્ર સ્કોરિંગ પોઇન્ટ અને લવલીનાનાં શરીરની નજીક રહેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેથી તેને હુમલો કરતા રોકી શકાય. લવનીનાએ રાઉન્ડનાં અંતે પેનલ્ટી પણ ભોગવી હતી કારણ કે તેણે રેફરીની સીટી વગાડ્યા પછી પણ તેણે બુસેનોઝ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. લવલીનાએ 30 જુલાઈએ જ ભારત માટે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કરી દીધો હતો. લવલીનાએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચાઇનીઝ તાઇપેઇની નિએન-ચિન ચેનને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચ સાથે, તેણે પોતાનો મેડલ કન્ફર્મ કર્યો હતો.