બોડેલી/ શિક્ષિકાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિલ્પાબેને અગમ્ય કારણોસર શાળામાં રજા મૂકી હતી અને દરમિયાન પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી

Top Stories India
Untitled.png 1 8 શિક્ષિકાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
  • દહેજની માંગણી અને વારંવાર તકરાર કરી કાયમ માટે અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપી  મરવા માટે મજબૂર કરવાનો પિયર પક્ષનો આક્ષેપ
  • સમગ્ર મામલામા પોલીસે ફરિયાદ લઈ જરૂરી તપાસ હાથ ધરી મૃતદેહ નું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી લાશને પિયર પક્ષના પરિવારજનોને સોંપી

બોડેલીના દિવાળી બા પાર્ક સોસાયટીમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીત મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સોસાયટી સહિત સમગ્ર શિક્ષક આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે શિક્ષિકાના પિયર પક્ષ દ્વારા શિક્ષિકાના સાસરી પક્ષ તરફથી રોકડ રકમ સાથે દહેજની માંગણી અને વારંવાર તકરાર કરી કાયમ માટે અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપી મૃતકને મરવા માટે મજબૂર કરવાનો આક્ષેપ શિક્ષિકાના પિયર પક્ષના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

બોડેલીના અલી ખેરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલ દિવાળીમાં પાર્ક સોસાયટીમાં પોતાના પરિવારજનો સાથે રહેતી અને બાજુના જાંબુઘોડા તાલુકાની પનિયારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિલ્પાબેને ગત ગુરૂવારના રોજ અગમ્ય કારણોસર શાળામાં રજા મૂકી હતી અને દિવસ દરમિયાન તેઓ એ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાની જીવન દોરી ટૂંકાવી લેતા દિવાળીબા પાર્ક સોસાયટી સહિત સમગ્ર વિસ્તાર અને સમગ્ર શિક્ષક આલમમાં ભારે ચકચાર જવા પામી છે.

મૂળ પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના નપાણીયા ગામનાં ગીરીશભાઈ રત્નાભાઇ પરમાર ની દીકરી શિલ્પાબેન ના લગ્ન 20 વર્ષ પહેલા તેમની નજીકના કાકચીયા ગામે રહેતા મીઠાભાઈ ખાતુભાઈ સોલંકી ના દિકરા પ્રકાશભાઈ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. અને તેઓને સંતાનમાં એક દીકરો રાજવીર અને દીકરી હેતવી છે અને હાલ આ સમગ્ર પરિવાર બોડેલીના અલી ખેરવા ની દિવાળીબા પાર્ક સોસાયટીમાં રહી શિલ્પાબેન જાંબુઘોડા ના કાંકરિયા પ્રાથમિક શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પતિ પ્રકાશભાઈ બોડેલી ની મોટી રાસકી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ગુરૂવારના રોજ બનેલા આ બનાવ બાદ મરણ જનાર શિક્ષિકા બેન શિલ્પાબેન ના પિતા ગીરીશભાઈ પરમારે બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ શિલ્પાબેન ના લગ્ન જીવનના શરૂઆતના પાંચ વર્ષનો સમયગાળો સારી રીતે પસાર થયો ત્યારબાદ શિલ્પાબેને પિયરમાં જઈ તેમના પતિ પ્રકાશભાઈ તથા તેમના સાસુ સસરા અને નણંદ નંદોઈ તેમજ તેમના દિયર તેમને મામેરામાં મનગમતી વસ્તુઓ દહેજમાં તમારા ઘરેથી આપેલ નથી તેમ કહી અવારનવાર મેણા ટોણા મારે છે તેમજ પતિ પ્રકાશભાઈ મારઝુડ કરી તારે તારા પિયર પક્ષી કોઈ પણ સંબંધ નહીં રાખવા દબાણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું

તેમજ અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું પરંતુ શિલ્પાબેન પોતાનો ઘર સંસાર ટકી રહે તે માટે સાસરીયાઓની મનમાની માની મા-બાપથી દૂર રહેલ તેમ છતાં અગાઉ સાતેક મહિના પહેલા શિલ્પાબેન સાથે અસહ્ય શારીરિક તેમજ માનસિક ગેરવર્તન રૂપ ના કારણે તેઓ ઘરેથી નીકળી ગયેલ જેની જાણ ગીરીશભાઈ ને થતા બનાવ ન બને તે માટે ગિરીશભાઈ દીકરીને તેમના ઘરે પિયરમાં લઈ ગયા હતા અને બે મહિના પહેલા જ શિલ્પાબેન પોતાના સંતાનો રાજવીર અને હેતવી ના ભવિષ્ય માટે તેમજ લગ્નજીવન ને વધુ એક તક આપવા માટે વડીલોની હાજરીમાં સામાજિક રીતે સમાધાન કરી પ્રકાશભાઈ સાથે રહેવા આવ્યા હતા પરંતુ સાસરી પક્ષનાઓનો ત્રાસ ઓછો થયો નહોતો..

ગત ગત તા. ૪/૮/૨૦૨૨ ના રોજ શિલ્પાબેને સવારે 11:30 વાગે પિતા ગીરીશભાઈ ને ફોન કરી પતિ પ્રકાશભાઈ સાથે સાસુ સસરા , નણંદ નણદોઈ, તેમજ દિયર વારંવાર દાગીના તેમજ પૈસાની માગણી બાબતે પોતાની સાથે ઝઘડો તકરાર કરે છે અને મરજી વિરુદ્ધ મારી નાખવાની ધમકી આપી ₹48,000 નો ચેક પણ લખાવી દીધેલ છે તેમ જણાવ્યું હતું અને સાંજે 6:30 વાગ્યાના અરસામાં રાજવીરે ફોન કરી તેની માતા શિલ્પાબેન પંખા ઉપર લટકી ગયેલ છે તમે જલ્દી આવો તેમ જણાવતા ગિરીશભાઈ તેમના સગા સંબંધીઓ સાથે બોડેલી આવી પહોંચ્યા હતા અને દીકરી શિલ્પાબેન ને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લટકી ગયેલી હાલતમાં જોતા ભારે આક્રંદ શરૂ થયો હતો

ત્યારે ઘટના સ્થળે બોડેલી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.સરવૈયા તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત હોય તેઓની રૂબરૂમાં લાશને ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી શિલ્પાબેનના મૃતદેહને બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ માટે મોકલી આપ્યો હતો.

આ સમગ્ર દુઃખદ બનાવમા મૃતક શિક્ષિકા શિલ્પાબેન ના પિતા ગીરીશભાઈ રત્નાભાઇ પરમારે બોડેલી પોલીસ સ્ટેશન પહોંચી ઉપર મુજબની ફરિયાદ નોંધાવી મરણ જનાર શિલ્પાબેન ના પતિ પ્રકાશભાઈ મીઠાલાલ સોલંકી, સાસુ વાલીબેન મીઠા લાલ સોલંકી, સસરા મીઠાલાલ ખાતુભાઈ સોલંકી, નણંદ અનિલાબેન મીઠાભાઇ સોલંકી, નણદોઈ જયેશકુમાર ત્રીકમભાઈ પરમાર તમામ રહેવાસી દિવાળીબા પાર્ક સોસાયટી, અલી ખેરવા બોડેલી તેમજ લુણાવાડા તાલુકાના કાકચિયા ગામે રહેતા રમેશભાઈ જીવાભાઇ વણકર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ લઈ જરૂરી તપાસ હાથ ધરી છે અને શિલ્પાબેન ના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ થઈ જતા લાશને તેમના પિયર પક્ષના પરિવારજનોને સોંપી હતી.

મમતા થઈ શર્મસાર /  દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું

સાબરકાંઠા /  જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

બનાસકાંઠા / હે માં તું આટલી કેમ નિષ્ઠુર બની ? હવે બનાસકાંઠામાંથી મળ્યું  સાત માસની બાળકીનું ભ્રૂણ