Not Set/ તો શું માલદીવમાં નશાની હાલતમાં વોર્નર અને સ્લેટર વચ્ચે થઇ મારામારી? મુદ્દો ગરમાયો તો બન્નેએ તોડી ચુપ્પી

આઇપીએલ 2021 નાં ​​મુલતવી રાખ્યા બાદ મોટાભાગનાં વિદેશી ખેલાડીઓ અને સભ્યો સ્વદેશ પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર્સ, કોમેંટેટર્સ અને અન્ય સભ્યો હાલમાં માલદીવમાં રોકાયા છે.

Top Stories Sports
123 167 તો શું માલદીવમાં નશાની હાલતમાં વોર્નર અને સ્લેટર વચ્ચે થઇ મારામારી? મુદ્દો ગરમાયો તો બન્નેએ તોડી ચુપ્પી

આઇપીએલ 2021 નાં ​​મુલતવી રાખ્યા બાદ મોટાભાગનાં વિદેશી ખેલાડીઓ અને સભ્યો સ્વદેશ પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર્સ, કોમેંટેટર્સ અને અન્ય સભ્યો હાલમાં માલદીવમાં રોકાયા છે. ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેરનાં કારણે ઓસ્ટ્રેલિયાએ ભારતથી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન, શનિવારે સમાચાર આવ્યા હતા કે, ડેવિડ વોર્નર અને માઇકલ સ્લેટર વચ્ચે ઝઘડો થયો હતો અને આ મામલો મારામારી સુધી પહોંચી ગયો છે.

સંકટમાં મદદ / ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં કરી મોટી મદદ

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં માલદીવનાં તાજ કોરલ રિસોર્ટમાં રોકાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં મીડિયા હાઉસ ડેલી ટેલિગ્રાફે અહેવાલ આપ્યો હતો કે, માલદીવની એક હોટલમાં બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. વોર્નર અને સ્લેટર લાંબા સમયથી મિત્રો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કોઈ બાબતને લઇને બંને વચ્ચે મતભેદ હતા. આ મામલે બંનેમાં ચર્ચા થઈ હતી અને તે બાદમાં ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. જો કે વોર્નર અને સ્લેટરએ તેને અફવા ગણાવી છે અને કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી અને અમે બંને હજી ખાસ મિત્ર છીએ. માઇકલ સ્લેટરએ એક વરિષ્ઠ પત્રકારને સંદેશ આપ્યો અને કહ્યું કે, તે માત્ર એક અફવા છે. હું અને ડેવીડ વોર્નર સારા મિત્ર છીએ અને રહીશું. અમારી વચ્ચે લડવાની ઝીરો સંભાવના છે. ડેવિડ વોર્નર જે બીસીસીઆઈથી ઉપલબ્ધ કરવામાં આવેલા ચાર્ટરથી સીધા માલદીવ પહોંચેલા 40 ઓસ્ટ્રેલિયન દળનો એક ભાગ છે. તેમણે આ અહેવાલોનો સીધો ઇનકાર પણ કર્યો અને કહ્યું કે આ અફવાઓનો કોઈ અર્થ નથી. વોર્નરે મેસેજ લખ્યો કે મને ખબર નથી કે ત્યાં કોઈ નાટક થયુ હતું. મને ખબર નથી કે તમને આ ચીજો ક્યાંથી મળી છે. અને તે પણ જ્યારે તમે અહીં જાતે હાજર પણ ન હોવ. અમારી વચ્ચે કંઇ બન્યું નથી અને તમે નક્કર પુરાવા વગર કંઈપણ લખી શકો નહી.

ગુજરાતનું ગૌરવ / પોતાની ગતિ માટે ઓળખાય છે પારસી ક્રિકેટર નાગવાસવાલા, ટીમ ઈંડિયાની સાથે જશે ઇંગ્લેન્ડ, જાણો તેના વિશે

ડેવિડ વોર્નર આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ છે. આઈપીએલ 2021 માં હૈદરાબાદનાં નબળા પ્રદર્શન બાદ વોર્નર પાસેથી કેપ્ટનશિપ લઇને કેન વિલિયમસનને આપવામાં આવી. હૈદરાબાદે આઈપીએલ 14 માં સાત મેચમાંથી માત્ર એક જીત મેળવી હતી. હૈદરાબાદની છેલ્લી મેચમાં વોર્નરને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું ન હોતું. સ્લેટરની વાત કરીએ તો, તે આઈપીએલ 2021 ની કોમેન્ટરી પેનલનો ભાગ હતો. સ્લેટરએ વડા પ્રધાન સ્કોટ મોરિસનનાં ભારતથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યા હતા. જો કે મોરીસનએ સ્લેટરની પ્રતિક્રિયાને “વાહિયાત” ગણાવી હતી.

sago str 7 તો શું માલદીવમાં નશાની હાલતમાં વોર્નર અને સ્લેટર વચ્ચે થઇ મારામારી? મુદ્દો ગરમાયો તો બન્નેએ તોડી ચુપ્પી