Not Set/ છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલે લીધા શપથ

રાયપુર, છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરતા કોંગ્રેસે ભારે બહુમતી મેળવી હતી. જો કે ત્યારબાદ હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલે શપથ લીધા છે. Raipur: Bhupesh Baghel takes oath as the next Chief Minister of #Chhattisgarh pic.twitter.com/YMOnKaOf92— ANI (@ANI) December 17, 2018 રાજ્યપાલ આનંદીબેન પટેલે ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી તરીકે શપથ […]

Top Stories India Trending
bhupesh baghel છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલે લીધા શપથ

રાયપુર,

છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરતા કોંગ્રેસે ભારે બહુમતી મેળવી હતી. જો કે ત્યારબાદ હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલે શપથ લીધા છે.

રાજ્યપાલ આનંદીબેન પટેલે ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી તરીકે શપથ લેવદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામ માટે પ્રદેશના ચાર દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલ, ટી એસ સિંહદેવ, તામ્રધ્વજ સાહૂ અને ચરણદાસ મહંતનું નામ સામે આવી રહ્યું હતું, થયેલી ચર્ચા-વિચારણા બાદ અંતે ભૂપેશ બઘેલનું નામ રાજ્યના આગામી કેપ્ટન માટે ફાઈનલ કરાયું છે.

છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની ૯૦ બેઠકોમાં કોંગ્રેસ પાર્ટીને ૬૮ સીટો પર વિજય મેળવ્યો હતો અને ભાજપનો સુપડા સાફ કરતા ૧૫ વર્ષના એકચક્રી શાસનનો અંત આણ્યો હતો.