Not Set/ સજની હત્યા કાંડ : આરોપી પતિના બ્રેન મેપિંગ અને નાર્કો ટેસ્ટની માંગણી, 10 દિવસના રિમાન્ડ

અમદાવાદ, બોપલના ચકચારી સજની હત્યાકાંડ મામલે આરોપી તરુણ જિનરાજને શુક્રવારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. 15 વર્ષ પહેલા કરેલી હત્યાના મામલામાં નાસતા ફરતા આરોપી પતિની ગુરુવારે બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી તરુણ જીનરાજને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરી પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે, આરોપીની વૈજ્ઞાનિક ઢબે તપાસ […]

Top Stories Ahmedabad Gujarat
sajni murder case 1 1 સજની હત્યા કાંડ : આરોપી પતિના બ્રેન મેપિંગ અને નાર્કો ટેસ્ટની માંગણી, 10 દિવસના રિમાન્ડ

અમદાવાદ,

બોપલના ચકચારી સજની હત્યાકાંડ મામલે આરોપી તરુણ જિનરાજને શુક્રવારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. 15 વર્ષ પહેલા કરેલી હત્યાના મામલામાં નાસતા ફરતા આરોપી પતિની ગુરુવારે બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી તરુણ જીનરાજને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કરી પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે, આરોપીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની જરૂર છે. ઉપરાંત પોલીસે જણાવ્યું કે, આ ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવાની પણ જરૂર છે.

mantavya 458 1 e1540564165260 સજની હત્યા કાંડ : આરોપી પતિના બ્રેન મેપિંગ અને નાર્કો ટેસ્ટની માંગણી, 10 દિવસના રિમાન્ડ

પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ આરોપીના બ્રેન મેપિંગ અને નાર્કો ટેસ્ટ માટેની પણ માંગણી કરવામાં આવી છે. જોકે, બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આ ઘટનાને ઘણો લાંબો સમય થઇ ગયો હોય, રિકંસ્ટ્રક્શન કરવાની જરૂર જણાતી નથી. ઉપરાંત બચાવ પક્ષે દલીલ રજુ કરી કે, બ્રેન મેપીંગ અને નાર્કો ટેસ્ટ ની પણ કેસની તપાસ માટે જરૂર દેખાતી નથી.

જણાવી દઈએ કે, કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ રજુ કર્યા છે.