Gujarat Rains/ ભરશિયાળે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ નુકસાની જવાની ભીતિ છે.

Top Stories Gujarat Others
વરસાદ

વડોદરાના સાવલીમાં કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. જેમાં રસલપુર, સામતપુરા, ગોઠડા, ટુંડાવ, શેરપુરા, મુવાલ, સહિતના ગામોમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.જ્યારે કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થઈ ગયો છે.જ્યારે ખેડૂતોએ જણાવ્યુ હતું કે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકશાન થવાની સંભાવના છે.તેમજ વરસાદના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે તેમજ મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની શક્યાતા સેવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમા વરસાદી ઝાપટા

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમા વરસાદી ઝાપટા પડ્યા છે. સુરત શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળાની સીઝનમાં વરસાદ થતા ઠંડા પવનોની પણ અનુભૂતિ થઇ રહી છે. તો બીજી તરફ ભરૂચના જંબુસર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જંબુસર તાલુકાના કાવી ગામે કમોસમી વરસાદ પડ્યો છે. જો કે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. માવઠાના કારણે ખેડૂતોના શિયાળું પાકને મોટું નુકસાન થવાની શકયતા છે.

ભાવનગરમાં પડ્યું ઝાપટું 

આ તરફ ભાવનગર શહેરમાં હળવુ ઝાપટું પડ્યું છે. મહત્વનું છે કે, કમોસમી વરસાદની આગાહીની ભાવનગરમાં અસર થઈ છે. જેને લઈ આજે વહેલી સવારે વરસાદના ઝાપટા બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું. આ તરફ વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિની સ્થિતિ સર્જાઇ છે.

ખેડા જિલ્લામાં વરસાદી ઝાપટા

ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.  ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  તમાકુ, ડાંગર સહિતના ઉભા પાકને થઈ શકે છે નુકશાન.

આણંદ જિલ્લામાં પડ્યો છુટા છવાયો વરસાદ

આણંદ જિલ્લામાં પણ  છુટા છવાયો વરસાદ પડતાં તમાકુ, ડાંગર, બાજરી, અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.આણંદના  નાવલી, નાપાડ, ખડોલ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતાં ધરતીપુત્રો ની ચિંતા વધી છે. માવઠાથી  શિયાળુ પાકને નુકસાન થઇ શકે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ નુકસાની જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના રાજ્યમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે  પરિણામ સ્વરૂપ દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં કમોસની વરસાદ પડ્યો છે. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં કમોસમી વરસાદ પડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

આ પણ વાંચો:ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે માવઠાની આગાહી

આ પણ વાંચો:આજથી રાજ્યમાં 4 દિવસ બેંકો રહેશે બંધ, જાણો શું છે કારણ

આ પણ વાંચો:મેઘપર-કુંભારડી ગામના તળાવમાં 20થી વધુ પક્ષીઓના મોત