તાતને માથે ઘાત/ ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે માવઠાની આગાહી

રાજ્યમાં આ વખતે હાડ થીજવતી ઠંડીએ એકબાજુ ઠંડીનો દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.તો બીજી બાજુ હવે ભરશિયાળે ધરતીપુત્રો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.શું છે મહત્વના સમાચાર.શું થશે ખેડૂતોનું? શું સર્જાઈ શકે સ્થિતિ?

Gujarat Others
માવઠાની આગાહી
  • ધરતીપુત્રોને માવઠાનો માર,
  • માવઠાને પગલે નુકસાનની ભીતિ
  • રવિપાકને નુકસાન થવાની સંભાવના
  • ધરતીનાં તાતને માથે ઘાત
  • ફરી એકવાર સાચી ઠરી આ વાત
  • ભરશિયાળે માવઠાની આગાહી

રાજ્યમાં આ વખતે હાડ થીજવતી ઠંડીએ એકબાજુ ઠંડીનો દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.તો બીજી બાજુ હવે ભરશિયાળે ધરતીપુત્રો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.શું છે મહત્વના સમાચાર.શું થશે ખેડૂતોનું? શું સર્જાઈ શકે સ્થિતિ? ગુજરાતનાં ખેડુતો નાં માથે પહેલા પર ઘાત હતી અને ફરીથી પણ ઘાત હોવાની વાત સાચી ઠરી છે.વાત છે ધરતીપુત્રોની કે જેમણે ચોમાસું હોય કે શિયાળો હોય પાકને પકવીને અન્ન પકવવા અથાગ પ્રયત્ન કર્યો હોય.ત્યારે ભરશિયાળે ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

શું છે માવઠાની આગાહી..?

  • ઉત્તર ગુજરાતમાં માવઠાની મુસીબત
  • બનાસકાંઠા પાટણમાં વરસાદની આગાહી
  • સાબરકાંઠા,અરવલ્લીમાં પડી શકે સામાન્ય વરસાદ
  • અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના
  • ખેડા,ગાંધીનગરમાં પણ માવઠાની આગાહી
  • નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી લઘુ.તાપમાન
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થઇ શખે માવઠું
  • કેટલાંક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ

હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ જાણકારી આપતા જણાવ્યું કે 28મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા વ્યકત કરી છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેને લઇને માવઠું થવાની ભીતિ વ્યકત કરાઇ છે..જેને પગલે જો કમોસમી વરસાદ પડે તો રવિપાકને નુકસાનની ભીતિ વ્યકત કરાઇ છે.

  • ઘઉં, બાજરી, વટાણા સહિત રવિપપાક પર નજર
  • ચણા અને રાઈ સહિત રવિપાકને નુકસાનની ભીતિ
  • રવિપાકને નુકસાન થતાં ધરતીપુત્રોની વધી શકે ચિંતા

ગુજરાતમાં રવિપાકને નુકસાન થતાં એકબાજુ ખેડૂતોને પડયા પર પાટૂ જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે તો  બીજી બાજુ રવિપાકને નુકસાન થાય તો મોંઘવારીમાં પણ વધારો થઇ શકે છે.

રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. કડકડતી ઠંડીથી હવે રાહત મળે તેની સહુ કોઈ રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે. 27 અને 29 જાન્યુઆરી દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે ઠંડી ઓછી થશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે.

માવઠાની આગાહીથી ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. કૃષિ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જીરુનો પાક માવઠા અને ભેજવાળા હવામાન પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેમાં રોગ આવી શકે છે. કમોસમી વરસાદથી થતા પાકને નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરી દીધી હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા તેમજ પ્લાસ્ટિકની તાડપત્રીથી ઢાંકવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો:”કર્તવ્ય પથ”, નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી

આ પણ વાંચો:રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત, ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો:આખરે મોરબી પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ ભાગેડુ આરોપી,1200 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ,જાણો વિગત