Charge Sheet/ આખરે મોરબી પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ ભાગેડુ આરોપી,1200 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ,જાણો વિગત

આ કેસની તપાસ કરતા પોલીસ અધિકારીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં કુલ 1200 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે

Top Stories Gujarat
Charge Sheet
  • મોરબી:ઝુલતો પુલ તૂટવા મામલે ચાર્જશીટ રજૂ કરાઈ
  • તપાસ અધિકારીએ ચાર્જશીટ ફાઇલ કરી
  • કુલ 1200 પાનાનું ચાર્જશીટ ફાઇલ કર્યુ
  • જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરાયુ
  • ચાર્જશીટમાં કુલ 10 આરોપીના નામ લખાયા

Morbi Bridge Charge Sheet:   ગુજરાતમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આખરે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરતા પોલીસ અધિકારીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં કુલ 1200 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ પણ આખરે આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે. ચાર્જશીટમાં કુલ 10 આરોપીની નામનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. મોરબી ઝુલતા પુલ તૂટવા મામલે આખરે  જયપુખ પટેલને આરોપી તરીકે જવાબદાર ગણવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે (Morbi Bridge Charge Sheet)મોરબી દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હચમચાવી નાંખ્યો હતો. હાઇકોર્ટે આ મામલે સુઓ મોટો પર સુનાવણી પર હાથ ધરી હતી અને તેમા સરકારનો ઉધડો પણ લીધો  હતો.સરકારને ફટકાર લગાવતા અનેક પણ  સવાલો કર્યા હતા.રાજ્ય સરકારે મ્યુનિસિપાલિટી એક્ટ 263 હેઠળ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા પગલાં લીધા હોવાની માહિતી હાઇકોર્ટને આપી હતી.

મોરબીનો (Morbi Bridge Charge Sheet) ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાના મામલે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને કેટલાક સવાલો કર્યા હતાં કે, પુલની સ્થિતિ ખરાબ છે તે અંગેની માહિતી હતી, તો પછી પગલાં કેમ નહીં લેવાયા? ઓરેવા ગ્રુપના લોકો દ્વારા પુલનું ઉદ્ઘાટન કરી તેને શરૂ કરી દેવાયો ત્યારે તમે શું કરતા હતા? હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને પક્ષકાર તરીકે જોડ્યા હતા.

હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વળતર ચૂકવવાથી રેવન્યુ રહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલ પર થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં, તેમની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે, તે કાર્યવાહી ચાલુ જ રહેશે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મનપાની હદના 168 મેજર પુલ, 180 માઇનોર પુલ છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર પુલ, 81 માઇનોર પુલ છે. 27 મેજર પુલ રીપેર કરાયા છે. જ્યારે બાકીનાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

Accident/રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત, ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત