Not Set/ ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કેસમાં સિન્ડિકેટ બેઠકમાં દોષિત પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસ મામલામાં યુનિવર્સિટીના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ સિન્ડિકેટ બેઠકમાં દોષિત સાબિત થયો છે, જેના પગેલ યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી પ્રોફેસરને સસ્પેન્ડ કર્યો છે, થોડા દિવસ પહેલા પીએચડીની વિદ્યાર્થિની ની સાથે તકનો લાભ લઇને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે જાતીય સતામણી કરી હતી. પ્રોફેસરની હરકતો અસહ્ય બનતા વિદ્યાર્થિનીએ આ અંગે યુનિવર્સિટી સત્તાધિશોને જાણ કરી હતી. જેથી પ્રોફેસર વિરુદ્ધનો […]

Top Stories Ahmedabad
gujarat university ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કેસમાં સિન્ડિકેટ બેઠકમાં દોષિત પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસ મામલામાં યુનિવર્સિટીના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ સિન્ડિકેટ બેઠકમાં દોષિત સાબિત થયો છે, જેના પગેલ યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી પ્રોફેસરને સસ્પેન્ડ કર્યો છે, થોડા દિવસ પહેલા પીએચડીની વિદ્યાર્થિની ની સાથે તકનો લાભ લઇને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે જાતીય સતામણી કરી હતી.

પ્રોફેસરની હરકતો અસહ્ય બનતા વિદ્યાર્થિનીએ આ અંગે યુનિવર્સિટી સત્તાધિશોને જાણ કરી હતી. જેથી પ્રોફેસર વિરુદ્ધનો કેસ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પલેઇન કમિટીએ સિન્ડિકેટની બેઠકમાં મુક્યો હતો. રિપોર્ટના આધારે સિન્ડિકેટ બેઠકમાં પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ દોષિત સાબિત થયો છે.

આમ યુનિવર્સિટીએ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે, પુરાવાનાં ભાગ રૂપે હોટેલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યાં હતા. જેના પગલે પ્રોફેસર હોટેલના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો, હોટેલમાં જમ્યા બાદ પ્રોફેસર રૂમ જોવા ગયો હતો તે પણ ફૂટેજથી સાબિત થયું હતું. આમ પ્રોફેસર સામે ખાતાકિય તપાસ કરવામાં આવી છે.

વિદ્યાર્થીનીએ કરેલા આક્ષેપો સીસીટીવી ફૂટેજ મુજબ સાચા ઠરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યાર સુધીમાં પીએચડીની ત્રણ વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ પાસે અભ્યાસ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયન્સમાં કેમિસ્ટ્રીની પીએચડીની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ સામે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.