મોસમ/ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં થયો કેટલો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં વરસાદી માહોલ હળવો થવાની આગાહી કરવામાં આવી છે

Top Stories Gujarat Others
ગુલાબ અને શાહીન

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ, કપરાડામાં પોણા 9 અને ધરમપુરમાં પોણા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 30 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે અને 48 કલાકમાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જોકે કેટલાક સ્થળો પર હજી વરસાદની રાહ જોવામાં આવી રહીએ છે. જ્યારે શુક્રવારે અમદાવાદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં વરસાદી માહોલ હળવો થવાની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં વિવિધ પ્રકારે વરસાદી વરતારો મેળવવામાં આવે છે અને આ વરતારા અનુસાર આ  વર્ષે ચોમાસું સારું થવાનું કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે.

વરસાદ

 

6.4 રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં થયો કેટલો વરસાદ

 

આ પણ વાંચો : નુપુર શર્માના વિવાદ બાદ, મલેશિયા અને ઇન્ડોનેશીયાનાં હેકરોએ ભારત વિરુધ્ધ સાઇબર વોરની ઘોષણા કરી