વડોદરા ના ગરબાના વિશેષ માનવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના અલગ અલગ ગરબા મેદાનો ઉપર ખેલૈયાઓ ખાસ પારંપરિક પોષક સાથે ચાચર ચોકમાં ગરબે ઘૂમવા માટે તૈયાર થઈને આનંદ અને ઉત્સાહથી પહોંચતા હોય છે તેવામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર થવા માટે પણ ખેલૈયાઓ અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરે છે ત્યારે આવું જ કંઈક કર્યું છે. વડોદરામાં ગરબા રસિક એવા મહર્ષિ વ્યાસે જે પોતે મૂળ એન્જિનિયર છે અને દર વર્ષે વિશેષ પ્રકારે ગરબા મેદાન ઉપર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે આ વર્ષે પણ તેમણે ખાસ સૌથી લાંબી 540 મીટરની 12 થી 15 કીલો વજનની પાઘડી પહેરી ગરબે ઘુમ્યા હતા.
મહર્ષિ વ્યાસ ની આસ્થા છે કે આઠમના દિવસે ખુલ્લા માટે ગરબે રમવું એ ઠીક નથી ત્યારે નાનપણથી જ આવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ દર વર્ષે આઠમના દિવસે બંધ માથે જ ગરબા ગુમવા માટે ચાચર ચોકમાં પહોંચતા હોય છે અને એ જ આસ્થાને આગળ વધારતા આ વર્ષે પણ તેમણે આઠમના ગરબાના મેદાન માટે પહોંચ્યા હતા ત્યા ગરબા મેદાન પર જ પાઘડી વાળા દ્વારા તેમને સૌથી લાંબી પાઘડી પેરવામાં આવી હતી અને આ જ પાઘડી પહેરીને મહર્ષિ વ્યાસ શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ ગરબા મેદાન અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આયોજિત ગરબા મેદાન પર ગરબે પણ ઘૂમ્યા હતા.
મહત્વનું છે કે મહર્ષિ વ્યાસ દ્વારા પહેરવામાં આવેલા આ સૌથી લાંબા એવા ૫૪૦ મિટરના સાફાનો તેમણે વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હોય તેવા વિશ્વાસ સાથે લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ તેમણે એપ્લાય કર્યું છે તેમનો વિશ્વાસ છે કે સૌથી લાંબી અને વજનદાર પાઘડી પહેરવાનો તેઓ વિશ્વ વિક્રમ સર્જી ચૂક્યા છે,ત્યારે આ સાફો પેહરીને મહર્ષિ વ્યાસ ને ગરબા મેદાન પર લોકો એ ખૂબજ આવકાર્યો અને તેઓ સેન્ટર ઓફ એટ્રક્શન રહ્યા હતા.
આ પણ વાંચો:વડોદરામાં જેહાદી તત્વોએ ડિવાઇડર પર પાકિસ્તાની ઝંડો લહેરાવ્યો?,બે જૂથ વચ્ચે પથ્થરમારો,જુઓ વીડિયો
આ પણ વાંચો: દશેરા નિમિત્તે ફાફડા-જલેબીના ભાવ આસમાને હોવા છંતા ખરીદી માટે લોકોની પડાપડી!
આ પણ વાંચો:આજે કુલ્લુમાં PM નરેન્દ્ર મોદી દશેરાની ઉજવણી કરશે, બિલાસપુર AIIMSનું કરશે ઉદ્ઘાટન