Political/ મોરબી ભાજપનું રાજકારણ ગરમાયું : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાણીએ આપ્યું રાજીનામું

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાંણીએ રાજીનામું આપતા આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જીતુ સોમાંણીએ જણાવ્યું કે, મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું . આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . આ પદ પરથી હું રાજીનામું આપું છું. રાજીનામું આપવાના કારણો […]

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાંણીએ રાજીનામું આપતા આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જીતુ સોમાંણીએ જણાવ્યું કે, મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું . આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે . આ પદ પરથી હું રાજીનામું આપું છું.

રાજીનામું આપવાના કારણો નીચે મુજબ છે.

હું ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૧૨૫૦ મત થી હાર્યો હતો. આ ચૂંટણીમાં તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઈ સરવૈયા પક્ષ વિરોધી પ્રવૃતિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી. પાર્ટીએ તેને ૬ વર્ષે માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરેલ. છતા પોતાના સ્વાર્થે ખાતર આવી વ્યકિતને ફરી પક્ષમાં લેવામાં આવેલા જે ખૂબજ ગંભીર બાબત ગણી શકાય તેટલામાં જ ફરી આ ગોરધનભાઈ સરવૈયાને જાહેર થયેલા જીલ્લા ભાજપ સંગઠનમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપવામાં આવેલ તે બાબત અતિ ગંભીર ગણી શકાય. જો આ રીતે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને છાવરવામાં આવતા હોય તો પણ કેવી રીતે ચાલી શકે આ બાબતથી નારાજ થઈ હું આ રાજીનામું આપી રહયો છું.

શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો

એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…