@પ્રવીણ દરજી
Patan News: પાટણના એક ગામની યુવતીને ગામના જ યુવાને બિભત્સ ફોટાઓ પાડી ઈસ્ટાગ્રામ ઉપર વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ અન્ય બે સાગરીત લોકોએ યુવતીને જાતી વિષયક અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની યુવતીએ 4 શખ્સો સામે ફરિયાદ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે તપાસનો દર શરૂ કર્યો છે.
પાટણ તાલુકાના એક ગામની યુવતી અને ગામનો યુવક બન્ને અવાર નવાર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ થી વાતો કરતા હતા અને વધુ પરીચય થતાં આજથી આશરે બે વર્ષ અગાઉ આ યુવકે યુવતીની મરજી વિરૂધ્ધ સમશાનની પાછળના ભાગે શરીર સબંધ બાંઘેલ હતો અને તે દરમ્યાન તેણે યુવતીના બિભત્સ ફોટાઓ મોબાઇલમાં પાડેલ અને ‘જો આ અંગે તું કોઈને કહીશ તો તારા ફોટા હું આખા ગામમાં વાયરલ કરીશ’ તેવી ધમકીઓ આપી હતી.
ગત તા.23/05/2023ના રોજ યુવકે વોટસઅપ કોલ કરી કહેલ કે ‘તુ મારી સાથે ચાલ નહીં તો તને અને તારા ઘર નાઓને મારી નાખીશ’ અને રાત્રીના એકાદ વાગ્યાના સુમારે યુવતી ઘરે સુતી હતી તે વખતે આ યુવક તેના પેન્ટના ખિસ્સામાં છરી લઈ આવી યુવતીને તેની સાથે આવવાનું દબાણ કરતાં યુવતી તેની સાથે ચાલી નિકળેલ અને યુવતીના ઘરેથી થોડેક દુર એક રીક્ષા ઉભેલ હોઇ રીક્ષામાં મને પાછળના ભાગે બેસાડેલ અને આ સચિન પોતે રીક્ષા ચલાવી યુવતીને લણવા ગામે જીતુજીના ઘરે લઈ ગયેલ જ્યાં યુવતી અને યુવક દસ થી પંદર મીનીટ જેટલો સમય રોકાયેલા હતા અને ત્યાથી મહેસાણા ખાતે લઈ ગયેલ એક અઠવાડિયુ રોકાયા હતા .આ દરમ્યાન આ સચિને યુવતી જોડે કોરા કાગળોમાં સહીઓ કરાવેલ હતી.
યુવતીના પિતાએ પાટણ તાલુકા પો.સ્ટે. ખાતે યુવતી ગુમ અંગે જાણવા જોગ આપેલ જેથી આ યુવતી અને યુવક અઠવાડીયા પછી પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જવાબ લખાવવા હાજર થઈ હતી અને તે વખતે યુવતીને સચિને ધમકી આપેલ હોઈ જેથી યુવતી ડરના કારણે સચીન સાથે જવા માગતી હોવાનુ જવાબમાં લખાવેલ, અને ત્યારબાદ યુવક અને યુવતી બન્ને જણા લણવા ખાતે દસેક દિવસ જેટલો સમય રોકાયેલ અને તે દરમ્યાન આ સચીને યુવતી સાથે મરજી વિરૂધ્ધ અવાર-નવાર શારીરીક સંબંધ બાંધતો હતો.
બાદ બન્ને જણાઓ છત્રાલ મુકામે 20 દિવસ રોકાયેલા જયાં યુવક દિવસે કેમીકલની ફેક્ટરીમાં મજુરી કામ કરવા જતો હતો અને દરરોજ રાત્રીના સમયે ઘરે આવી યુવતી સાથે શારીરીક સબંધ બાંધતો હતો.આ સમયગાળા દરમ્યાન યુવતીને યુવક મરજી વિરૂધ્ધ ફેક્ટરીમાં કચરા પોતાનું કામ કરાવતો હતો. ત્યારબાદ યુવક યુવતીને ચાંદખેડા મુકામે એક સોસાયટીમાં ભાડાના એક મકાન રાખેલ અને ત્યા આશરે ચારેક માસ જેટલુ રોકાયેલ. ત્યારબાદ છત્રાલ રાજપુર ખાતે મકાન ભાડે રાખેલ અને ત્યાં સુધી દશેક દિવસ રોકાયેલ તેમજ યુવક, યુવતી રહેતાં હતા.
ત્યારે અવાર-નવાર યુવકના બે બનેવી અને યુવકના પિતા યુવકને પૈસા આપવા આવતાં તે વખતે પણ તે ત્રણેય જણાઓ મારી સાથે અભડછેટ રાખી જાતી-વિષ ચક અપમાનીત શબ્દો બોલતાં અને ધાક-ધમકી આપતાં ત્યાર બાદ તા.29/12/2023 ના રોજ યુવતીને યુવક મહેસાણા ખાતે લગ્નના કાગળોમાં સહીઓ કરવા જવાનું છે તેમ કહી તેની સાથે મહેસાણા ખાતે લઈ ગયેલ અને ત્યાં તેના પિતા પણ હાજર હતા. યુવતી રીક્ષામાં ત્યાંથી નિકળતા તેના પિતાને દૂરથી જોઈ ગઈ હતી અને તેના પિતા પાસે દોડતી જતી રહી હતી. યુવતીના પિતાને જોતા જ યુવકના પિતા ત્યાંથી ભાગી ગયા હતા. અંતે યુવતીએ આ સમગ્ર મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પણ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
