- કપડવંજ નડિયાદ હાઇવે પર અકસ્માત
- બે ટ્રકો સામસામે અથડાતા અકસ્માત
- રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 1નું મોત
- ટ્રક ડ્રાઇવરનો મૃતદેહ કાઢ્યો બહાર
- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
- અકસ્માત થતા 2-3 કિમી સુધી ટ્રાફિકજામ
- કપડવંજ રૂરલ પોલીસે કરી તપાસ
કપડવંજ નડિયાદ હાઇવે અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. કપડવંજ નડિયાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત નીપજ્યું છે. આ ઘટના સર્જાતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ગુજરાત પોલીસને એકદમ હાઇટેક ઇન્ટરસેપ્ટર વાહનો અપાયા, જાણો કેવી કેવી છે તેમા સુવિધા
આ મામલે મળતી માહિતી અનુસાર, કપડવંજ નડિયાદ હાઇવે પર બે ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગઇકાલે રાત્રે સર્જાયો હતો. જેમાં એક ટ્રક ડ્રાઇવરનું મોત નીપજયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક ડ્રાઇવરનો મૃતદેહ બે ટ્રક વચ્ચે ફસાઈ ગયો હતો. જેમ તેમ કરીને ટ્રક ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહનો કબજો લઈએ તેની પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :કરોડોનું ફુલેકુ ફેરાવનાર ધનંજય ફાયનાન્સનો માલીક ઝડપાયો
હાલ આ મમલે કપડવંજ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : પ્રથમ ડોઝનો લક્ષ્યાંક 100 ટકા પૂર્ણ થતાં કોર્પોરેશનમાં ઉજવણી કરાઈ
આ પણ વાંચો :રાજકોટ કોર્પોરેશન દ્વારા દિવાળી પૂર્વે ડ્રાયફૂટના નમુના લેવાયા
આ પણ વાંચો :ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!
