Not Set/ મેહુલ ચોક્સીના જમાઈની હીરાની પેઢી 1500 કરોડમાં કાચી પડી

પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની ‘મિસ્ટર ટોની‘ રુ.1500 કરોડમાં કાચી પડતા […]

Top Stories Gujarat Surat India Trending Business
Mehul Choksi's son-in-law's diamond Firm weaker to Rs 1500 crore

પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની ‘મિસ્ટર ટોની‘ રુ.1500 કરોડમાં કાચી પડતા સુરત ઉપરાંત મુંબઈના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે.

મેહુલ ચોક્સીના જમાઈ અને ‘મિસ્ટર ટોની’ કંપનીના સંચાલક છેલ્લા ત્રણ દિવસથી ગાયબ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે. મિસ્ટર ટોની કંપની દ્વારા હોંગકોંગના કાયદા મુજબ નાદારી નોંધવામાં માટેની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે.

હોંગકોંગમાં વર્ષોથી પોલિશ્ડ ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલી ભારતીય કંપનીની નાદારીથી સ્થાનિક હીરા ઉદ્યોગ ઉપરાંત ભારતમાં સુરત અને ખાસ કરીને મુંબઈના હીરા ઉદ્યોગમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ બંને હીરા ઉદ્યોગમાંથી મોટાપાયે પોલિશ્ડ ડાયમંડને એક્સપોર્ટ કરવામાં આવતા હતા, મિસ્ટર ટોની નામની કંપની કાચી પડતા 500 કરોડથી વધુની રકમ ભારતીય એક્સપોર્ટરોની ફસાઈ હોવાનું બહાર આવ્યું છે.

ગીતાંજલી ગ્રુપ સાથે વર્ષોથી બોલીવૂડના સેલિબ્રેટીઝ સંકળાયેલા છે, અને ગીતાંજલીના તમામ એક્સપાન્સમાં મોટી રકમ બોલીવૂડમાંથી આવતી હતી, જોકે પંજાબ નેશનલ બેંક સાથેના ફ્રાેડ થયા બાદ બોલિવૂડના સેલેબ્સ ધીરે ધીરે ગીતાંજલિ ગ્રૂપથી દૂર થઈ ગયા છે.

મુંબઈ હીરા ઉદ્યોગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મેહુલ ચોકસીના જમાઈ અને ‘મિસ્ટર ટોની’ કંપનીના માલિકની સાથે પણ બોલિવૂડના સેલેબ્સના સારા સંબંધો રહ્યા છે, તે જોતા ‘મિસ્ટર ટોની’ કંપનીમાં પણ સેલેબ્સનું રોકાણ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.