Not Set/ મથુરા : કૃષ્ણ જન્મસ્થળ અને પ્રેમ મંદિરને બૉમ્બથી ઉડાવવાની ધમકી

મથુરા સ્થિત ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ અને પ્રેમ મંદિર ને બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગ દ્વારા કૃષ્ણ જન્મ સ્થળ અને પ્રેમ મંદિર ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે ફોન કરવાવાળાની પણ શોધ ખોળ શરુ કરી દેવામાં આવી છે. સ્થાનીય પોલીસ દ્વારા […]

India

મથુરા સ્થિત ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ અને પ્રેમ મંદિર ને બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગ દ્વારા કૃષ્ણ જન્મ સ્થળ અને પ્રેમ મંદિર ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે ફોન કરવાવાળાની પણ શોધ ખોળ શરુ કરી દેવામાં આવી છે.

સ્થાનીય પોલીસ દ્વારા મોડી રાતે મુન્ના નામક રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મુન્નાએ જણાવ્યું હતું કે, તેની રિક્ષામાં એક પર્યટક બેઠો હતો. અને તેણે ફોન કરવા માટે ફોન માંગ્યો હતો અને પછી રિક્ષામાંથી ઉતરીને ફોન લઇને ભાગી ગયો હતો.
એએસપી (ક્રાઇમ) જ્ઞાનેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, રીક્ષા ચાલક મુન્નાના જણાવ્યા અનુસાર કોઈ પર્યટક તેની રિક્ષામાં બેઠો હતો અને તેનો ફોન લઇ ને નાશી ગયો છે. આ અજાણ્યા પર્યટક ની તપાસ હાથ ધરવામાંઆવી છે. અને તેના માટે જુદી જુદી સાત ટીમો ની પણ રચના કરવામાં આવી છે. બહુ જ જલ્દી તેની ધરપકડ કરવામાં આવશે.