West Bengal News/ મમતા બેનર્જીએ ભાષણ અધવચ્ચે છોડ્યું, TMC–BJP આમને-સામને

ભવાનીપુર બેઠક મમતા બેનર્જી(Mamata Banergee)નો મજબૂત ગઢ માનવામાં આવે છે

Top Stories India
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અધ્યક્ષ મમતા બેનર્જી (Mamata Banergee)અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી ની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા

West Bengal News : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાતો જાય છે, અને ભવાનીપુરમાં શનિવારે રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અધ્યક્ષ મમતા બેનર્જી (Mamata Banergee)અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી ની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.

શું બન્યું ઘટનાસ્થળે?

મમતા બેનર્જી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે આરોપ લગાવ્યો કે નજીકમાં ચાલી રહેલી શુભેન્દુ અધિકારીની રેલીમાં લાઉડસ્પીકરનો મોટો અવાજ કરીને તેમની સભામાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિથી નારાજ થઈ મમતાએ પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું અને ભીડ પાસે માફી માંગી સ્ટેજ પરથી ઉતરી ગયા.

કાર્યકરો વચ્ચે ઘર્ષણ

મમતાના જતાં જ TMC કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો અને તેઓ ભાજપની રેલી તરફ વધ્યા. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયો અને સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ. સુરક્ષા દળોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

ભાજપનો પ્રત્યુત્તર

શુભેન્દુ અધિકારીએ સમગ્ર ઘટનાને લઈને મમતા બેનર્જી(Mamata Banergee)ને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે ભાજપ આ પ્રકારના “ગુંડારાજ”નો મજબૂત જવાબ આપશે. બીજી તરફ ભાજપના નેતા અમિત માલવિયા એ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કટાક્ષ કર્યો કે મમતા બેનર્જી હારના ભયથી પોતાનો સંયમ ગુમાવી રહ્યા છે.

ચૂંટણીનું ગણિત

ભવાનીપુર બેઠક મમતા બેનર્જી(Mamta Banergee)નો મજબૂત ગઢ માનવામાં આવે છે, જ્યાંથી તેઓ 2011થી સતત જીતતા આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે પૂર્ણ થયું છે. હવે આગામી તબક્કામાં ભવાનીપુર સહિત અનેક બેઠકો પર મતદાન થવાનું છે, જ્યારે પરિણામોની ગણતરી બાદ રાજ્યની રાજકીય દિશા સ્પષ્ટ થશે.

આ ઘટનાએ રાજ્યની ચૂંટણીમાં વધતી રાજકીય ગરમાહટ અને પક્ષો વચ્ચેની ટકરાવની સ્થિતિને વધુ સ્પષ્ટ કરી છે.


આ પણ વાંચો : કોંગેસે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચુંટણીમાં 13 ઉમેદવારોની યાદી જાહેર કરી

આ પણ વાંચો : બંગાળમાં ચુંટણી અને પ્રચાર વચ્ચે પાંચ ઉમેદવારો કોરોનાગ્રસ્ત થયા

આ પણ વાંચો : લોકસભા ચુંટણી 2019: ભાજપનું ત્રીજું લિસ્ટ થયું જાહેર, બંગાળમાં આપી મુસ્લિમ મહિલાને ટિકિટ