- મોરબીમાં લેબોરેટરી સંચાલક સાથે છેતરપીંડી
- આર્મી જવાનોના રીપોર્ટ કરવાના બહાને ઠગાઇ
- એડવાન્સ રૂપિયા આપવાના નામે 74 હજારની ઠગાઇ
આજના સમયમાં છેતરપીંડીની ઘટનાઓ વધી ગઈ છે એટલું જ નહિ સૌથી વધારે સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવામાં એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. જ્યાં સ્કેમરએ લેવ સંચાલકને આર્મીના જવાનોનો લેબોરેટરી કરાવવાનું કહીને એડવાન્સ રૂપિયા આપવાના બહાને હજારો રૂપિયા ઉપાડી લીધી હતા.
આ ઘટના મોરબીના બજરંગ સોસાયટીમાં રહેતા અશોકભાઈ સાથે ઘટિત થઇ હતી. મળતી માહિતી અનુસાર તેમના પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને વ્યક્તિએ પોતાની ઓળખ આર્મી ઓફિસર તરીકે આપી હતી,કહ્યું કે 27 જવાનોની લેબોરેટરી કરાવવાની છે અને આ માટે તેં એડવાન્સ રૂપિયા આપી દેશે.
આ બાદ પેમેન્ટ માટે ગુગલ પે એકાઉન્ટમાં જઈને ત્યાંથી આરોપીએ ક્રેડીટકાર્ડના નંબર આપવાનું કહ્યું અને ત્યારબાદ રૂ.74,700 ઉપાડી લીધા હતા. ત્યારબાદ અશોકભાઈને આ વાતની જાણ થતા તેમને તરત જ ફરિયાદ નોધવી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસએ આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ahmedabad/અમદાવાદના પોશ વિસ્તારમાંથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:Jamnagar/પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન બે કિ.મી દૂર ખેડૂતને વાગી ગોળી
આ પણ વાંચો:caught cheating/ABVPનો જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો
આ પણ વાંચો:નવી ભૂમિકા/ઇટાલિયા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના બન્યા વકીલ; પોલીસને ન લેવા દિધા રિમાન્ડ