Not Set/ ભારત-પાકિસ્તાન મેચના દિવસે સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર રહેશે,આ કારણના લીધે…

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા ભારત vs પાકિસ્તાન ટી -20 વર્લ્ડ કપ મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વિચારી રહી છે

Top Stories
SANIYA ભારત-પાકિસ્તાન મેચના દિવસે સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર રહેશે,આ કારણના લીધે...

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા ભારત vs પાકિસ્તાન ટી -20 વર્લ્ડ કપ મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વિચારી રહી છે. ભારત પાકિસ્તાન મેચના દિવસે સોશિયલ મીડિયામાં સર્જાતા ઝેરી વાતાવરણને કારણે તેણે આમ કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને પાકિસ્તાન બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહ્યા છે. આ મેચ 24 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે રમાશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે.

Instagram will load in the frontend.

ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરતા સાનિયા મિર્ઝાએ લખ્યું, “ભારત અને પાકિસ્તાન મેચના દિવસે ઝેરી વાતાવરણથી બચવા માટે હું સોશિયલ મીડિયાથી ગાયબ થઈ રહી છું.” તેણે રીલનું કેપ્શન આપ્યું અને બાય-બાય લખ્યું. ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. શોએબ મલિકને પાકિસ્તાનની ટી 20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.