Not Set/ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી

જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને આગામી ટી 20 વર્લ્ડ કપ માટે નેટ બોલર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે

Top Stories
kkkkkkkkkkkkkk કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી

જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને આગામી ટી 20 વર્લ્ડ કપ માટે નેટ બોલર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂત્રોએ આ અંગે ન્યૂઝ એજન્સીને જાણ કરી છે. IPL ની 14 મી સિઝનમાં ઉમરાન સૌથી ઝડપી બોલિંગ કરનાર બોલર છે. સૂત્રોએ એજન્સીને કહ્યું, “હા, ઉમરાન નેટ બોલર તરીકે ટીમ સાથે રહેશે. તેણે આઈપીએલમાં પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કર્યા છે. મને લાગે છે કે બેટ્સમેનો માટે નેટ્સમાં તેનો સામનો કરવો સારો વિચાર હશે. તે તેમના માટે પણ સારો અનુભવ હશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેનો સામે બોલિંગ પણ તેમને ઘણો અનુભવ આપશે.

હૈદરાબાદના ફાસ્ટ બોલરે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 152.95 kmph થી વધુની ઝડપે બોલિંગ કરી હતી. ઉમરાન મલિકે RCB ની ઇનિંગ દરમિયાન નવમી ઓવરમાં 147, 150 151.9, 152.95 kph બોલ ફેંક્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેની બોલિંગની પ્રશંસા કરી હતી. મેચ બાદ વિરાટ કોહલીએ તેનો ઓટોગ્રાફ પણ તેને આપ્યો હતો. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાર રને રોમાંચક વિજય નોંધાવ્યો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે સાત વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં RVB છેલ્લી ઓવરમાં ડી વિલિયર્સને કારણે 13 રન બનાવી શક્યો નહોતો અને મેચ હારી ગયો હતો.