ગુજરાત/ દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક

ભારતમાં રાજધાની દિલ્હી કે જ્યા હવાની ગુણવત્તા ઘણી ખરાબ થઇ ગઇ છે. દિલ્હીની જેમ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં પણ હવાની ગુણવત્તા બગડી ગઇ છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદમાં પ્રદૂષણ
  • અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક વધુ
  • શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 259
  • સૌથી વધુ પ્રદૂષણ નવરંગપુરામાં નોંધાયું
  • પીરાણાનો એક્યુઆઇ થયો 313
  • 302 એક્યુઆઇ સાથે બોપલ ત્રીજા સ્થાને
  • ઠંડી વધવાની સાથે પ્રદૂષણની માત્રા પણ વધુ

દુનિયામાં આજે કોરોના મહામારી એક મોટો મુદ્દો છે. જેને જડ મૂળમાંથી ખતમ કરવા દુનિયાનાં મોટા મોટા વૈજ્ઞાનિકો સતત પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે જળવાયુ પ્રદૂષણ પણ દુનિયાની એક મોટી સમસ્યા છે, જેના પર આજે દુનિયાએ જાણે મોંઢુ ફેરવી દીધુ છે. આપણા દેશમાં દિલ્હી કે જે રાજધાની છે અહી હવાની ગુણવત્તા ઘણી ખરાબ થઇ ગઇ છે. દિલ્હીની જેમ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં પણ હવાની ગુણવત્તા બગડી ગઇ છે.

11 2021 12 24T092203.561 દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક

આ પણ વાંચો – પેરોલ મંજૂર / તમિલનાડુ સરકારે રાજીવ ગાંધીની હત્યાના આરોપી નલિનીની પેરોલ મંજૂર કરી,મદ્રાસ હાઇકોર્ટને કરી જાણ…

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં હવા સતત બગડી રહી છે. શહેરમાં વધતુ પ્રદૂષણ ચિંતાજનક છે. શહેરનાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ની વાત કરીએ તો તે 259 છે. જે દર્શાવે છે કે શહેરની હવામાં કેટલુ પ્રદૂષણ છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયુ હતુ. શહેરનાં પીરાણાનો AQI 313 જ્યારે બોપલનો AQI 302 પર પહોંચ્યો હતો. શહેરમાં ઠંડીની સાથે સાથે પ્રદૂષણમાં પણ સતત વધારો લોકોનાં સેહતને સીધી અસર કરી શકે છે. વળી શહેરમાં વધી રહેલા વાહનોની સંખ્યા અને ફેક્ટરીનાં ફાટી નીકળેલો રાફડાને કારણે પ્રદૂષણનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાં ઉડતી ધૂળ અને ધૂમાડાનાં કારણે હવા બિન આરોગ્યપ્રદ બની ગઇ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ની વેબસાઇટનાં આંકડા મુજબ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ જ વધી ગયુ છે. શહેરનો AQI 259 છે જે આરોગ્ય માટે બિલકૂલ પણ સારો નથી. જણાવી દઇએ કે, જ્યારે AQI નો આંક 100ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જ્યારે 50ની નીચે રહે તો તે ઉત્તમ ગણાય છે.

20200519126L 1590831416106 1612796545458 11 દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક

આ પણ વાંચો – સાવધાન! / અમદાવાદીઓ થઇ જજો સાવધાન, શહેરનાં બે વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

ઉલ્લેખનીય છે કે, શહેરની હવા જ્યારે ખરાબ થઇ હોય ત્યારે દમ અને ફેંફસાની બિમારી ધરાવતા દર્દીઓ માટે આ જોખમકારક સ્થિતિનું નિર્માણ થતુ જોવા મળી રહ્યું છે. શહેરનાં નારોલમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી સતત નીકળી રહેલા ઝેરી ધૂમાડાથી નારોલ, પીરાણા સહિત આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેને લઇને સ્થાનિકોના સ્વાસ્થ્યની સામે અનેક જોખમ ઉભા થઇ રહ્યાં છે.