Not Set/ સૈારાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકેામનું પેપર ફુટવાના મામલે પરિક્ષા રદ કરવામાં આવી,અર્થશાસ્ત્રનું પેપર રદ કર્યું

સૈારાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકેામનું પેપર ફુટવાનો મામલે પરિક્ષા રદ કરી હતી અને આગામી દિવસોમાં ફરીથી પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Gujarat
aaappapap સૈારાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકેામનું પેપર ફુટવાના મામલે પરિક્ષા રદ કરવામાં આવી,અર્થશાસ્ત્રનું પેપર રદ કર્યું
  1. સૌરાષ્ટ્ર યુનિ.માં બીકોમનું પેપર ફૂટવાનો મામલો
  2. આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે
  3. ઉપકુલપતિ વિજય દેસાણીએ કરી જાહેરાત
  4. બીકોમના અર્થશાસ્ત્રનું પેપર થયું હતી લીક
  5. સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું
  6. યુનિ. પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા
  7. પેપર ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ શરૂ
  8. ગઇકાલે યુનિ.ના વોટ્સઅપ ગ્રુપમાં થયુ હતુ લીક
  9. જે વ્યક્તિએ પેપર લીક કર્યું તેને ઝડપી પાડ્યો

રાજ્યમાં ફરી એકવાર પેપર ફુટવાનો મામલો સામે આવ્યો હતો,સૈારાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકેામનું પેપર ફુટવાનો મામલે પરિક્ષા રદ કરી હતી અને આગામી દિવસોમાં ફરીથી પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. બીકોમના અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું ,યુનિવર્સિટીના પરિક્ષા વિભાગે સત્વરે આ પેપર રદ કર્યું છે.આ મામલે પોલીસ તપાસ હાથધરી હતી અને 3 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પેપર તેમની પાસે કેવી રીતે આવ્યું તેની તપાસ હાલ સક્રીય રીતે કરવામાં આવી રહી છે. જેણે પેપર લીક કર્યુ હતુ તે પાેલીસની સંકજામાં છે,પેપર સંબધિત રદ કરવાની જાહેરાત ઉપકુલપતિ વિજ્ય દેસાણીએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે  સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સનું પેપર સમય પહેલા વૉટ્સએપ ગ્રુપમાં વહેતું થયું હોવાનો આરોપ  આપ પાર્ટી લગાવ્યું હતું. પેપર સવારે 9.11 કલાકે સોશિયલ મીડિયામાં આવી ગયું હતું જેવી રજૂઆત કુલપતિને કરવામાં આવી છે, રહી રહીને જાગેલા સૌરાષ્ટ્ર યુનિ,તંત્રએ મીડિયામાં મામલો આવતા યુનિવર્સિટીના પરીક્ષા ઈન્ચાર્જ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું પોલીસ તપાસમાં ખબર પડશે તેમજ આરોપોમાં કેટલું તથ્ય છે લીક પેપરના જરૂરી નમૂના લઈ FSL તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે.