New Delhi News : લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. જેમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન દરેક પાત્ર પુખ્ત પોતાનો મત આપશે. લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં અને વિદેશથી પણ મતદાન કરવા આવી રહ્યા છે. પરંતુ શું જેલમાં બેઠેલા કેદીઓ કે આરોપીઓને પણ મત આપવાનો અધિકાર છે? આ અંગે ઘણો વિવાદ થયો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. દરમિયાન, લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ મતદાન થઈ રહ્યું છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે કેજરીવાલ કઈ સીટ પરથી ચૂંટણી લડશે કે તે બિલકુલ ચૂંટણી લડશે કે નહીં, પરંતુ એ વાત ચોક્કસ છે કે જેલમાં હોવા છતાં તેમને વોટ કરવાની છૂટ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ક્રાઈમ ઈન ઈન્ડિયા 2022ના રિપોર્ટ અનુસાર. 5 લાખથી વધુ લોકો એવા છે જેઓ આ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં કારણ કે તેઓ જેલની સજા ભોગવી રહ્યા છે.
લગભગ દોઢ દાયકા પહેલા પટના હાઈકોર્ટમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ ચૂંટણી લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. કોર્ટે આનો ઇનકાર કરતા કહ્યું કે જ્યારે કેદીઓને મત આપવાનો અધિકાર નથી તો તેમને ચૂંટણી લડવા જેવી જવાબદારીમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે.
સપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ફેંસલાને મંજૂરી આપી હતી. પરંતુ બાદમાં તત્કાલીન યુપીએ સરકારે કાનૂનમાં ફેરફાર કરીને જેલમાં બંધ લોકોને ચૂંટણીમાં ઉભા રહેવાની મંજૂરી આપી હતી. આ 2013 ની વાત છે પરંતુ જેલમાં બંધ શખ્સને મત આપવાનો અધિકાર હજી પણ મળ્યો નથી.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપી એક્ટ) 1951ની કલમ 62 (5) અંતર્ગત જેલમાં બંધ કોઈ પણ વ્યક્તિ મત ન આપી શકે. પછી ભલે તે સજા કાપી રહ્યો હોય કે કસ્ટડીમાં. વોટ આપવો એક કાનૂની અધિકાર છે. જો કોઈ કાનૂનનું ઉલ્લંઘન કરે તો તેનો આ હક એની મેળે જ રદ્દ થઈ જાય છે. દોષી સિવાય જેની વિરૂધ્ધ ટ્રાયલ ચાલી રહી છે તે પણ ચૂંટણમાં મતદાન ન કરી શકે.
કેદીઓને મતાધિકારથી વંચિત રાખવાનો ઈતિહાસ અંગ્રેજ જબ્તી અધિનિયમ 1870 થી દેખાય છે. તે સમયે રાજદ્રોહ કે ગુદાગર્દીના દોષી લોકોને અયોગ્ય જાહેર કરીને તેમનો મતાધિકાર છીનવી લ્વાતો હતો. કારણ એ અપાયું હતું કે આટલા ગંભીર ગુના કરે છે તેને કોઈ પણ પ્રકારનો અધિકાર, વોટિગ રાઈટ પણ મળવો ન જોઈએ.
આ પણ વાંચો:બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત
આ પણ વાંચો:ચૂંટણી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાંથી મોટા સમાચાર, સોપોરમાં ફાયરિંગમાં સેનાના બે જવાન ઘાયલ
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો EVM અને VVPAT પર મહત્વનો ચુકાદો, મતોની 100% ચકાસણીની વિનંતીને કોર્ટે ફગાવી
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી: 01 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?