Political Campaign/ ગુજરાતના ત્રીજા તબક્કાની તૈયારી શરૂઃ પ્રચાર પડઘમ વેગવંતા બનશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના મતદાન આડે હવે દસ જ દિવસ બાકી છે. આના પગલે ભાજપ-કોંગ્રેસે પ્રચારાર્થે જોર વધાર્યુ છે. ગુજરાતની સુરતની બેઠક બિનહરીફ થઈ હોવાથી બાકીનો 25 બેઠક પર પ્રચારાર્થે ચૂંટણી જંગ જામશે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 04 26T155312.372 ગુજરાતના ત્રીજા તબક્કાની તૈયારી શરૂઃ પ્રચાર પડઘમ વેગવંતા બનશે

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના મતદાન આડે હવે દસ જ દિવસ બાકી છે. આના પગલે ભાજપ-કોંગ્રેસે પ્રચારાર્થે જોર વધાર્યુ છે. ગુજરાતની સુરતની બેઠક બિનહરીફ થઈ હોવાથી બાકીનો 25 બેઠક પર પ્રચારાર્થે ચૂંટણી જંગ જામશે.

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી એક જ તબક્કામાં સાતમી મેના રોજ મંગળવારે યોજાશે. પ્રથમ તબક્કામાં 102 અને બીજા તબક્કામાં 88 બેઠકોની ચૂંટણી પૂરી થયા પછી ત્રીજા તબક્કામાં 86 બેઠકોની ચૂંટણી યોજાશે, તેના ભાગરૂપે ગુજરાતની બધી જ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.

આ બેઠકો પર ચૂંટણી પ્રચારને લઈને જંગ જામી ગયો છે. ક્યાંક રેલી તો ક્યાંક ખાટલા બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર કરવાના છે. વડાપ્રધાન નરેન્દ મોદી અને અમિત શાહ સહિતના ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર કરવાના છે. તેમા પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તો એપ્રિલમાં બે વખત અમદાવાદ આવી ચૂક્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી એપ્રિલના રોજ ગુજરાતમાં આવવાના છે.

જ્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી 28મીએ એપ્રિલે તો રાહુલ ગાંધી 27મી એપ્રિલે ગુજરાત આવીને સભાઓ ગજવશે. આમ ટોચના આગેવાનોની હાજરીના પગલે બંને રાજકીય પક્ષોના કાર્યક્રરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રચારના પડઘમ તેજ થયા છે. પીએમ અને ગૃહપ્રધાન તથા વિપક્ષી નેતાના રોડ શોની તૈયારી થઈ રહી છે. ભાજપનું લક્ષ્યાંક બધી 25 બેઠકો પાચં લાખથી વધુ સરસાઈ સાથે જીતવાનું છે. કોંગ્રેસ માટે ખાતુ ખોલાવવું પણ મોટો પડકાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મન હોય તો માળવે જવાય, ગુજરાતના આ પ્રથમ કિન્નર રીતુ દે કરી રહ્યા છે આઈએસની તૈયારી…

આ પણ વાંચો:મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીનો આપઘાત

આ પણ વાંચો:પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

આ પણ વાંચો:ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત