Not Set/ ગામમાં એસ.ટી બસ ન આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જીવના જોખમે કરવી પડે છે જીપમાં મુસાફરી

થરાદ, થરાદના વાવના તીર્થ ગામ વજાપરુના એસટી ડેપોમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓએ થરાદના નાયબ કલેકટક કચેરીએ રજૂઆત કરી હતી. મહત્વનું છે કે આ પહેલા વિદ્યાર્થીઓ થરાદના ડેપો મેનેજરને રજૂઆત કરવા પહોંચવા હતા. પરંતુ ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યુ હતું. રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી જેને […]

Top Stories Gujarat Trending
dsaad 2 ગામમાં એસ.ટી બસ ન આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જીવના જોખમે કરવી પડે છે જીપમાં મુસાફરી

થરાદ,

થરાદના વાવના તીર્થ ગામ વજાપરુના એસટી ડેપોમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓએ થરાદના નાયબ કલેકટક કચેરીએ રજૂઆત કરી હતી. મહત્વનું છે કે આ પહેલા વિદ્યાર્થીઓ થરાદના ડેપો મેનેજરને રજૂઆત કરવા પહોંચવા હતા. પરંતુ ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યુ હતું.

રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી જેને કારણે રજૂઆત કરવામાં આવેલી વિદ્યાર્થીનીઓ રડવા લાગી હતી. ત્યારે ગામના એક જાગૃત નાગરિક તેમને કલેકટર પાસે રજૂઆત કરવા લઈ જવામાં આવ્યા હતા.

dsaad 4 ગામમાં એસ.ટી બસ ન આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જીવના જોખમે કરવી પડે છે જીપમાં મુસાફરી

કલકેટરે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ડેપોના મેનેજરને બોલાવી તતડાવ્યા હતા અને જલ્દીથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારવા અંગે તાકીદ કરવામાં આવી હતી.

dsaad 3 ગામમાં એસ.ટી બસ ન આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જીવના જોખમે કરવી પડે છે જીપમાં મુસાફરી

મહત્વનું છે કે એસ.ટી.બસ ન આવતા વિદ્યાર્થીઓને જીપગાડીઓના કઠલા પર લટકી જીવના જોખમે અભ્યાસ કરવા જવું પડે છે. તેવા સમયે જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ એ એક સવાલ ઉભો થયો છે.