Not Set/ બ્લેક બક કેસ: સલમાન ખાનને અપાઇ રાહત, આગામી સૂનાવણી 4 જુલાઇએ થશે

મંતવ્ય ન્યૂઝ, બ્લેક બક કેસના મામલામાં સીજેએમ ગ્રામીણ કોર્ટે આપેલા આદેશ વિરુદ્વ સલમાન ખાન દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણીને આજે મોકુફ રાખવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 4 જુલાઇના રોજ હાથ ધરાશે. જો કે આજે સલમાન ખાન કોર્ટ સામે હાજર રહ્યા ના હતા પરંતુ તેના વકીલ હાજર રહ્યા હતા. આગામી સુનાવણી દરમિયાન સલમાનને કોર્ટમાં […]

Uncategorized
Salman Khan case બ્લેક બક કેસ: સલમાન ખાનને અપાઇ રાહત, આગામી સૂનાવણી 4 જુલાઇએ થશે

મંતવ્ય ન્યૂઝ,

બ્લેક બક કેસના મામલામાં સીજેએમ ગ્રામીણ કોર્ટે આપેલા આદેશ વિરુદ્વ સલમાન ખાન દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણીને આજે મોકુફ રાખવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 4 જુલાઇના રોજ હાથ ધરાશે. જો કે આજે સલમાન ખાન કોર્ટ સામે હાજર રહ્યા ના હતા પરંતુ તેના વકીલ હાજર રહ્યા હતા. આગામી સુનાવણી દરમિયાન સલમાનને કોર્ટમાં હાજર રહેવાનું કોર્ટે ફરમાન કર્યું છે.

શું છે સમગ્ર મામલો?

જણાવી દઇએ કે અગાઉ 20 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થઇ હતી. સલમાન ખાને પાંચ વર્ષની સજા વિરુદ્વ જિલ્લા ન્યાયાલયમાં અરજી કરી છે. તદુપરાંત રાજ્ય સરકારે પણ સલમાન ખાન વિરુદ્વ ગેરકાયદેસર હથિયારો રાખવા મામલે અરજી કરી હતી.

નોંધનીય છે કે ગત વર્ષની 5 એપ્રિલના રોજ જોધનપુર સેશન કોર્ટના ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ બે દાયકા જૂના બ્લેક બક કેસમાં સલમાન ખાનને દોષિત ઠેરવીને તેને પાંચ વર્ષની સજાનો ચૂકાદો આપ્યો હતો. તેની સાથોસાથ તેની પાસેથી રૂ.10,000 નો દંડ પણ વસૂલાયો હતો. જો કે બીજા આરોપીઓ સૈફ અલી ખાન, નીલમ, સોનાલી, તબ્બુ અને દુષ્યંત સિંહને નિદોર્ષ જાહેર કરાયા હતા.

સલમાને નીચલી કોર્ટના આ નિર્ણય વિરુદ્વ સેશન કોર્ટમાં અરજી કરી હતી. 7 એપ્રિલના રોજ જિલ્લા અને સેશન કોર્ટે સલમાન ખાનને કરાયેલી સજા પર રોક લગાડીને તેને શરતી જામીન પર પર મુક્ત કરાયો હતો. જણાવી દઇએ કે સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ દબંગ 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે.