Not Set/ #IPL2020 – #SRHvRCB – સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડીંગ…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)માં 21 સપ્ટેમ્બરની આજની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. આજની મેચમાં હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  સનરાઇઝર્સની ટીમમાં કેપ્ટન વોર્નર ઉપરાંત જોની બેર્સો, મિશેલ માર્શ અને રાશિદ ખાનનો સમાવેશ થાય છે. જ્યારે આરસીબીએમાં એરોન ફિન્ચ, એબી ડી વિલિયર્સ, વિકેટકીપર જોશ ફિલિપ અને […]

Uncategorized
e9217691193d3953ebea313ff18a2f97 #IPL2020 - #SRHvRCB - સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડીંગ...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020)માં 21 સપ્ટેમ્બરની આજની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. આજની મેચમાં હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

સનરાઇઝર્સની ટીમમાં કેપ્ટન વોર્નર ઉપરાંત જોની બેર્સો, મિશેલ માર્શ અને રાશિદ ખાનનો સમાવેશ થાય છે. જ્યારે આરસીબીએમાં એરોન ફિન્ચ, એબી ડી વિલિયર્સ, વિકેટકીપર જોશ ફિલિપ અને ડેલ સ્ટેનને વિદેશી ખેલાડીઓ તરીકે પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કર્યા છે. 

મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ એક વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક વખત પણ આ ટ્રોફી જીતી શક્યો નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઇલેવન રમી રહ્યો છે: એરોન ફિન્ચ, દેવદત્ત પદ્દિકલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, જોશ ફિલિપ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદનો ઇલેવન રમી રહ્યો છે- ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, મિશેલ માર્શ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews