Shahrayarkhan death/ પાક ક્રિકેટને ફટકો, ભૂતપૂર્વ પીસીબી પ્રમુખ શહરયારખાનનું નિધન

પાકિસ્તાન ક્રિકેટને 23 માર્ચે મોટો ફટકો પડ્યો હતો. પીસીબીના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા રાજદ્વારી શહરયાર ખાનનું નિધન થયું છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટમાં શોકની લહેર છે. શહરયાર ખાનના મૃત્યુની તેના પરિવારે પુષ્ટિ કરી છે.

Top Stories World Breaking News
Beginners guide to 57 2 પાક ક્રિકેટને ફટકો, ભૂતપૂર્વ પીસીબી પ્રમુખ શહરયારખાનનું નિધન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટને 23 માર્ચે મોટો ફટકો પડ્યો હતો. પીસીબીના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા રાજદ્વારી શહરયાર ખાનનું નિધન થયું છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટમાં શોકની લહેર છે. શહરયાર ખાનના મૃત્યુની તેના પરિવારે પુષ્ટિ કરી છે. શહરયાર ખાનનું નિધન પાકિસ્તાનના લાહોરમાં થયું હતું. શહરયારે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મેનેજર, પીસીબીના બે વખત અધ્યક્ષ અને વિદેશી બાબતોના સચિવ તરીકે પણ સેવા આપી હતી.

ભારત સાથે ખાસ સંબંધ હતો

તમને જણાવી દઈએ કે, શહરયાર ખાનનો જન્મ 29 માર્ચ 1934ના રોજ લખનૌમાં થયો હતો. શહરયાર ખાને પ્રારંભિક શિક્ષણ ભારતમાં જ લીધું હતું. આ પછી ભારતનું વિભાજન થયું અને શહરયાર ખાન પાકિસ્તાન ગયા શહરયાર ખાને કરાચીમાં રાજદ્વારી તરીકે વિશિષ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય તેઓ પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. શહરયાર ખાન એક સમૃદ્ધ ક્રિકેટ વારસો ધરાવતા પરિવારના હતા. તેઓ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન નવાબ મન્સૂર અલી ખાન પટૌડીના પિતરાઈ ભાઈ હતા.

89 વર્ષની વયે અવસાન થયું

મળતી માહિતી મુજબ, સવારે 4 વાગ્યાની આસપાસ શહેરયાર ખાનની તબિયત અચાનક બગડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. શહરયાર ખાને 89 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. શહરયાર ખાનના પરિવારમાં તેની પત્ની અને 4 બાળકો છે.

પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ શોક વ્યક્ત કર્યો

શહરયાર ખાનના નિધનના સમાચાર મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષ મોહસિને ટ્વીટ કર્યું અને લખ્યું કે પીસીબી વતી હું પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનના નિધન પર ગહન સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું. તેઓ એક સારા પ્રશાસક હતા અને તેમણે અત્યંત સમર્પણ સાથે પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી