surat crime news/ સુરતમાં પ્રિ-એકટીવ સીમકાર્ડ કૌંભાડમાં બે ઇસમોની કરાઈ ધરપકડ, દુબઈ સાથે છે કનેકશન

સુરતમાં પ્રિ-એક્ટીવ સીમકાર્ડ કૌભાંડ ઝડપાયું. આ કૌભાંડમાં પોલીસે 20 માર્ચે બે ઇસમોની ધરપકડ કરી. આ બંને શખ્સે પિ-એકટીવ સીમકાર્ડ દુબઇમાં વેચાતા હતા.

Top Stories Gujarat Surat
Beginners guide to 90 1 સુરતમાં પ્રિ-એકટીવ સીમકાર્ડ કૌંભાડમાં બે ઇસમોની કરાઈ ધરપકડ, દુબઈ સાથે છે કનેકશન

સુરતમાં પ્રિ-એક્ટીવ સીમકાર્ડ કૌભાંડ ઝડપાયું. આ કૌભાંડમાં પોલીસે 20 માર્ચે બે ઇસમોની ધરપકડ કરી. આ બંને શખ્સે પિ-એકટીવ સીમકાર્ડ દુબઇમાં વેચાતા હતા. પ્રિ-એક્ટીવ સીમકાર્ડ કૌભાંડમાં બંને શખ્સ દુબઈમાં 5 હજારમાં સીમકાર્ડનું વેચાણ કરતા હતા. અને આ ગેરકાયદે થયેલ વેચાણનો ઉપયોગ દુબઈના કોલ સેન્ટરમાં કરવામાં આવતો હતો. કોલ સેન્ટરમાં સીમકાર્ડનો ઉપયોગ ખંડણી સહિતના કામોમાં કરાતો હતો. પોલીસે બે ઈસમોની અટકાયત કરતા પૂછપરછ કરવા પર દુબઈમાં 2 હજાર સીમકાર્ડનું વેચાણ કર્યું હોવાની કબુલાત કરી.

ગેરકાયદેસર રીતે દુબઈમાં વેચાણ કરાતા સીમકાર્ડ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બે ઇસમોની આ કૌભાંડમાં અટકાયત કરી. તેમનું દુબઈ કનેકશન ખુલ્યું. બંને ઇસમો ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાનું દુબઈમાં એક ટોળકીને વેચાણ કરતા હતા. બંને ઇસમો જ્યારે દુબઈની એક ટોળકીને સિમકાર્ડનું વેચાણ કરવાની ફિરાકમાં હતા ત્યારે પોલીસ તેમના પર ત્રાટકી. પોલીસે બંને ઇસમોને સુરત રેલ્વે સ્ટેશન પાસે સીમકાર્ડની ડિલિવરી કરવા જતા રંગેહાથ ઝડપ્યા. બંને ઇસમો પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે બંને ઇસમોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઈનીઝ કંપનીને ભારતીયોના સીમકાર્ડનું વેચાણ કરે છે. અને આ સીમકાર્ડ પરથી ભારતીયો પાસેથી ઓનલાઈન ગેમીંગના નામે છેતરપિંડી કરવામાં આવે છે. આ મામલે પોલીસે સ્થાનિક અજય કિશોર સોજીત્રા તથા દુબઈના વતની ફારુક બાગુનાની અટકાયત કરતા સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી