સુરત,
સુરતના કડોદરા બારડોલી રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે બાઇક સવાર બારડોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ એકાએક પાછળથી ટ્રક ઘસી આવ્યો હતો અને આ બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમા એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે અને એકનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.આથી ઘાયલ બાઇક સવારને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, મોતને ભેટનાર બાઇક સવાર સુરતનો હોવાનુ જાણવા મળ્યુ હતુ.