Not Set/ સુરતમાં આયુષ્માન કાર્ડ બોગસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

સુરતમાં આયુષ્માન કાર્ડ બોગસ બનવાનું કૌભાંડ ઝડપાયું છે. એક સ્નેહમિલન સમારોહમાં ઘૂસેલા લેભાગુ તત્વોએ વિવિધ કાર્ડ કાઢી આપવા ટેબલો મુકીને લોકોને છેતર્યા છે. આ માટે લોકો પાસેથી 2100 અને 1000 રૂપિયા વસુલાયા હતા. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે મે મહિનામાં સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જ્યા અમુક લેભાગુ તત્વોએ આ […]

Gujarat Surat
06462bdc9ed0031b0cc3a1bb6525255c સુરતમાં આયુષ્માન કાર્ડ બોગસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

સુરતમાં આયુષ્માન કાર્ડ બોગસ બનવાનું કૌભાંડ ઝડપાયું છે. એક સ્નેહમિલન સમારોહમાં ઘૂસેલા લેભાગુ તત્વોએ વિવિધ કાર્ડ કાઢી આપવા ટેબલો મુકીને લોકોને છેતર્યા છે. આ માટે લોકો પાસેથી 2100 અને 1000 રૂપિયા વસુલાયા હતા.

આપને જણાવી દઇએ કે, ગત વર્ષે મે મહિનામાં સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જ્યા અમુક લેભાગુ તત્વોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આ પહેલા સિંગણપોર પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી તેમ છતાં પોલીસે કોઈ ધ્યાન ન આપ્યું. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદથી સુરત તંત્રની પોલ ખુલી જવા પામી છે. કતારગામનાં એક રહીશને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.