ગુજરાત/ નવા વર્ષમાં ખાનગી સ્કૂલો ફી કેટલી રાખી શકશે, દિવાળી વેકેશન પૂરું થયા બાદ લેવાશે નિર્ણય

જ્યારે દરખાસ્ત કરનારી શાળાઓની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ હોવાથી દિવાળી વેકેશન બાદ તે શાળાઓના પણ ઓર્ડર આપી દેવાશે.

Gujarat
Untitled 121 નવા વર્ષમાં ખાનગી સ્કૂલો ફી કેટલી રાખી શકશે, દિવાળી વેકેશન પૂરું થયા બાદ લેવાશે નિર્ણય

 રાજયમાં હાલ તો દિવાળી વેકેશનનો માહોલ જોવા  મળી રહ્યો છે . જે  અંતર્ગત હવે  રાજયમાં  નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ તે પહેલાથી શાળાઓની ફી નક્કી કરવા માટે દરખાસ્ત મગાવામાં આવી હતી. પરંતુ હજી સુધી શાળાઓની ફી નક્કી થઈ શકી નથી.  દિવાળી વેકેશન બાદ ફી કમિટી એક પછી એક શાળાઓની ફી નક્કી કરીને હુકમો જાહેર કરશે. હાલ મોટાભાગની હીયરિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૌપ્રથમ એફિડેવિટ કરનારી શાળાઓની ફી જાહેર કરવામાં આવ્યા બાદ દરખાસ્ત કરનારી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવશે. આમ, દિવાળી વેકેશન બાદ શાળાઓની ફીના ઓર્ડર આવવાના શરૂ થશે.

આ પણ વાંચો ;ગુજરાત / તો શું અસલામત બની રહ્યુ છે ગુજરાત? છેલ્લા બે વર્ષનાં દુષ્કર્મનાં આંકડા આપને ચોંકાવી દેશે

રાજ્યમાં 7 જૂન 2021થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. આ સત્ર પહેલા જ શાળાઓ પાસેથી નવા વર્ષની ફી નક્કી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. જેમાં શાળાઓ પાસેથી દરખાસ્તો મગાવામાં આવી હતી. જે શાળાની ફી સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણો કરતાં ઓછી તેવી શાળાઓએ ફી કમિટી સમક્ષ એફિડેવિટ કરવાની હોય છે. જ્યારે સરકારના ધોરણ કરતાં વધુ ફી લેવા માગતી સ્કૂલોએ કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. આમ, નિયત સમયમર્યાદામાં મોટાભાગની તમામ શાળાઓએ એફિડેવિટ અને દરખાસ્ત ફી કમિટી સમક્ષ કરી દીધી હતી.

આ પણ વાંચો ;પ્રવાસ / ગુજરાતના શ્રેષ્ઠ પર્યટન સ્થળો, જોઈને મન મોહી જશે…

જ્યારે દરખાસ્ત કરનારી શાળાઓની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ હોવાથી દિવાળી વેકેશન બાદ તે શાળાઓના પણ ઓર્ડર આપી દેવાશે. આ ઓર્ડર સામે વાંધો હોય તો શાળાઓ ફરી અપીલ કરી શકે છે, તેવી જોગવાઈ પણ કરાઈ છે. તેમાં પણ અસંતોષ હોય તો રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ પણ રજૂઆત કરી શકે છે.