Not Set/ સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં

સામાન્ય રીતે આપણે બહારથી ઘરમાં આવીને સૌથી પહેલા આપણે જે જગ્યાએ જઈએ છે, તે રૂમ હોય છે બાથરૂમ.. ઘરમાં આવીને સૌથી પહેલા આપણે હાથ-પગ ધોવા માટે બાથરૂમાં જ દોડી જતા હોઈએ છે. અને બહારથી જ સીધા બાથરૂમમાં પ્રવેશ કરવાના કારણે ફ્લોર પર પગલાં પણ પડે છે. અને બાથરૂમમાં થોડી-ઘણી ગંદકી પણ ફેલાય છે. ઘરના બાથરૂમનો […]

Health & Fitness Lifestyle
white indian toilet seat 1577700401 5228044 સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં

સામાન્ય રીતે આપણે બહારથી ઘરમાં આવીને સૌથી પહેલા આપણે જે જગ્યાએ જઈએ છે, તે રૂમ હોય છે બાથરૂમ.. ઘરમાં આવીને સૌથી પહેલા આપણે હાથ-પગ ધોવા માટે બાથરૂમાં જ દોડી જતા હોઈએ છે. અને બહારથી જ સીધા બાથરૂમમાં પ્રવેશ કરવાના કારણે ફ્લોર પર પગલાં પણ પડે છે. અને બાથરૂમમાં થોડી-ઘણી ગંદકી પણ ફેલાય છે. ઘરના બાથરૂમનો પ્રયોગ આપણે આપણી સ્વચ્છતા માટે કરીએ છીએ. જો બાથરૂમને નિયમિત સ્વચ્છ રાખવામાં ન આવે તો તેનાથી તમારા અને તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બની શકે કે દરરોજ સમયના અભાવમાં તમે બાથરૂમની સફાઇ ન કરતા હોવ, પણ કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે તેને દરરોજ સાફ કરી શકો છો અને તે પણ માત્ર 5 જ મિનિટમાં.. 

હાથ મોજા: સામાન્ય રીતે બાથરૂમ સાફ કરવા માટે આપણે સાવરણો કે પોતાનો ઉપયોગ કરીએ છે. બની શકે કે તમને ટોયલેટ બ્રશની પણ જરૂર પડે. તેથી તમારા હોથોને કેમિકલથી બચાવવા માટે રબ્બર કે પ્લાસ્ટિકના હાથ મોજા પહેરી લેશો.

લીક્વિડ સૉપ: ત્યારબાદ પાણીમાં કપડા ધોવાનો પાવડર નાંખી તેમાંથી જ લીક્વિડ સૉપ તૈયાર કરી આ પાણીને બાથરૂમની કિનારીઓ પર રેડી 2 મિનિટ રહેવા દઈ ત્યાં સાવરણો લઇને ઘસો. આ જગ્યા પર ટોયલેટ ક્લીનરનો પ્રયોગ પણ કરી શકો છો. બાથરૂમની દરેક જગ્યા જેવી કે ટાઇલ્સ, કમોડ, ફર્શ વગેરે જગ્યાઓની ઉપર પણ બ્રશ અને સાવરણો ઘસીને સાફ કરો.

Multipurpose Liquid Soap at Rs 40/kilogram | Liquid Soaps | ID: 16061233112

વોશ બેસિન: વોશ બેશિનને સાફ કરવા માટે ટોયલેટ ક્લીનરનો પ્રયોગ કરો. તે માર્બલ અને કીટાણુઓને સારી રીતે સાફ કરી શકે છે. તેમજ નળ અને બેસિનને સાફ કરવા માટે હંમેશા સ્ક્રબનો ઉપયોગ કરો. આ સિવાય હાથ ખરાબ ન થાય તે માટે હાથ મોજા પહેરવાનું ન ભૂલશો.

Belmonte Ceramic Rectangle Shape Small Table Top Over Counter Vessel Sink  Wash Basin Jex for Bathroom Washroom Toilet 14 Inch x 10 Inch - Ivory:  Amazon.in: Home Improvement

ફ્લશ: જ્યારે સાબુ અને સ્ક્રબિંગથી ઘસીને સફાઈ થઈ જાય એટલે ત્યાં ઝડપથી પાણી નાખીને આ સાબુને પાણી નાંખી સાફ કરવાથી કામ પણ સરળ થઇ જશે. કમોડને સાફ કર્યા બાદ તેને ફ્લશ કરવાનું ના ભૂલશો.

Flushing Toilets With Seawater Could Protect Marine Life

વાઇપર કે પોતું: છેલ્લે ભીના બાથરૂમને ઝડપથી કોરું કરવા માટે ફર્શ પર પોતું કે વાઈપર ફેરવી દો. જેથી પાણીથી ભીનું થયેલું બાથરૂમ ઝડપથી સૂકાઇ જાય. આ માટે કપડાંનું પોતું પણ વાપરી શકો છો.

Leifheit L55045 Profi Wiper Mop With Micro Duo Cover