Not Set/ આ સરળ રીતે ઘરે જ ઉગાડો  કુંડામા ઓર્ગેનિક  કારેલા

આજકાલ બજારમાં એક નહિ પણ ઘણા પ્રકારના કારેલા સરળતાથી મળી જાય છે. પણ ઘણા લોકો કારેલા ખરીદતી વખતે એ વાત ભૂલી જાય છે કે આજના સમયમાં તાજા અને કેમિકલ મુક્ત કારેલા મળવા કેટલા મુશ્કેલ છે

Tips & Tricks Lifestyle
karela આ સરળ રીતે ઘરે જ ઉગાડો  કુંડામા ઓર્ગેનિક  કારેલા

આજકાલ બજારમાં એક નહિ પણ ઘણા પ્રકારના કારેલા સરળતાથી મળી જાય છે. પણ ઘણા લોકો કારેલા ખરીદતી વખતે એ વાત ભૂલી જાય છે કે આજના સમયમાં તાજા અને કેમિકલ મુક્ત કારેલા મળવા કેટલા મુશ્કેલ છે. આજકાલ લગભગ દરેક શાકભાજી કેમિકલ વાળી જ હોય છે. એટલા માટે મોટાભાગના લોકો તેમના નાના એવા બગીચામાં જાત જાતની શાકભાજી ઉગાડતા રહે છે તમે પણ ઘરે જ કુંડામાં ઉગાડી શકો છો તાજા કારેલા.

બીજની પસંદગી

કોઈ પણ શાકભાજી ત્યારે જ સારી રીતે ઉગી શકે જ્યારે તેના બીજ સારા હોય જો બીજ બરોબરના હોય તો ગમે એટલી મહેનત કરવામાં આવે તો પણ તે નકામી સાબિત થઇ શકે છે. માટે કોઈ પણ પાક ઉગાડતા પહેલા યોગ્ય બીજની પસંદગી જરૂર કરો. કારેલાના બીજ ખરીદવા માટે કોઈ પણ બીજ ભંડારમાં જઈને એક પેકેટ બીજ લઇ શકાય છે.

યોગ્ય કુંડામાં કરો વાવણી

કારેલાનો છોડ ઉગાડવા માટે માટી માંથી તૈયાર કુંડા વધારે સારા રહે છે. કારણ કે  તેનાથી પાકને પોષક તત્વો સરળતાથી મળી જાય છે. કારેલાની વાવણી કરવા માટે કુંડામાં બરોબર માટી નાંખીને તેને એક થી બે વખત સારી રીતે ખુંદો. માટી ખૂંદવાથી તેમાં રહેલો ભેજ સરળતાથી નીકળી જાય છે. કુંડામાં માટી નાંખ્યા પછી તેને થોડા કલાક માટે તડકામાં પણ જરૂર રાખો. તડકામાં રાખવાથી માટીમાં રહેલા ઝેરી તત્વ સરળતાથી દુર થઇ જાય છે.

ખાતરની પસંદગી

કારેલાનો છોડ ઉગાડવા માટે બીજની સાથે સૌથી વધુ જરૂરી વસ્તુ માંથી એક છે ખાતર. જો કેમિકલ મુક્ત કારેલા ઉગાડવા છે, તો પછી રાસાયણિક ખાતર નહિ કુદરતી ખાતર તરફ ધ્યાન આપવું જોઈએ. તેના માટે ગાય, ભેંસ વગેરેના છાણનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત રસોડામાં રહેલા ફળ અને શાકભાજીના પાંદડાનો ઉપયોગ પણ ખાતર તરીકે કરી શકાય. જૈવીક ખાતરને માટીમાં સારી રીતે મિક્સ કરવાથી કારેલા સરસ રીતે અને ઓર્ગેનિક ઉગે છે.

બીજને આ રીતે ઊંડા ઉતારો

કાર્રેલાના બીજને કુંડામાં લગભગ 3-4 ઇંચ ઊંડા જ ઉગાડવા, બીજ વધુ ઉપર લગાવી દેવાથી છોડ વધુ મજબુત નહિ થાય અને ન તો પાક સારો થાય છે. બીજ નાંખતા સમયે ધ્યાન રાખીને તેમાં જરૂર મુજબ લગભગ એક થી બે ટબ પાણી નાંખવુ જરૂરી છે.

ખડનું રાખો ધ્યાન

ઘણી વખત કુંડામાં છોડ ઉગાડ્યા પછી વધારાનું ખડ પણ ઉગવા લાગે છે. તેથી સમય સમયે તેને કાઢતા રહો. લગભગ એક મહિના પછી કુંડામાં એકથી બે મોટા મોટા લાકડા લગાવી દો. જેનાથી કારેલાની વેલ તેને સહારે ઉભી રહેશે. તેનાથી છોડમાં થતા ફળ પણ નીચે તરફ કે પછી જમીન ઉપર નહિ જાય. આ લાકડામાં દોરી પણ વીંટી શકાય છે. આ રીતે ઘરમાં જ માટીના કુંડામાં લગભગ બે થી ત્રણ મહિનાની અંદર છોડમાંથી કારેલા નીકળવા લાગે છે.