પ્રદૂષણ પ્રમાણપત્ર/ આ શહેરમાં વાહનચાલકો પાસે PUC નહીં હોય તો જેલમાં જવું પડશે!

દેશની રાજધાની દિલ્હીમાં વાહનોથી  પ્રદૂષણનો ખુબ ફેલાય છે જેના લીધે હવા એટલી પ્રદૂષિત થતી હોય છે કે લોકોના સ્વાસ્થ પર સીધી અસર પડે છે

Top Stories India
3 57 આ શહેરમાં વાહનચાલકો પાસે PUC નહીં હોય તો જેલમાં જવું પડશે!

દેશની રાજધાની દિલ્હીમાં વાહનોથી  પ્રદૂષણનો ખુબ ફેલાય છે જેના લીધે હવા એટલી પ્રદૂષિત થતી હોય છે કે લોકોના સ્વાસ્થ પર સીધી અસર પડે છે .  વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકારે એક મોટું પગલું ભર્યું છે. દિલ્હી સરકારે આવા વાહન માલિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે, જેમની પાસે તેમના વાહનોનું પ્રદૂષણ પ્રમાણપત્ર નથી. આવા લોકોને 6 મહિનાની જેલ અથવા 10 હજારનો દંડ અથવા બંને થઈ શકે છે.

દિલ્હી સરકારે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે જેમની પાસે પોતાના વાહનોનું પ્રદૂષણ પ્રમાણપત્ર નથી. નોટિસમાં વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લેવા અથવા દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આવા 17 લાખ વાહનો છે, જેની પાસે પ્રદૂષણ પ્રમાણપત્ર નથી. જેમાં 13 લાખ ટુ વ્હીલર અને ત્રણ લાખ કારનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 14 લાખ વાહન માલિકોને એસએમએસ મોકલવામાં આવ્યા છે કે તેઓ તેમના વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લે નહીં તો ભારે દંડ ભરવો પડશે.

અધિકારીઓના મતે દિલ્હીમાં 2-3 મહિના પછી પ્રદૂષણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો થાય. આવી સ્થિતિમાં આ વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, અધિકારીએ જણાવ્યું હતું કે જે વાહનો રસ્તા પર ન દોડતા હોય તેમને મુક્તિ આપવાની કાયદાકીય જોગવાઈ છે.