Not Set/ શું ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે…? છેલ્લા 24 કલાકમાં નોધાયા માત્ર 919 નવા કેસ

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં 919 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  167173 ઉપર પહોચ્યો છે.

Top Stories Gujarat Others
899804 coronavirus study series 1 e1603636649852 શું ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે...? છેલ્લા 24 કલાકમાં નોધાયા માત્ર 919 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્ય બાદ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી નવા કેસમાં મામુલી ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં 919 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  167173 ઉપર પહોચ્યો છે.

Ajab Gajab / ઉનાકોટી – અહીં આવેલી છે 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ, …

#Dashera / શાસકના જીવનમાં ઘમંડનું કોઈ સ્થાન ના હોવું જોઈએ : સોનિયા

Man Ki Baat / જાણો સૌન્ય, કાશ્મીર, ખાદી સહિતનાં મામલે PM મોદીએ શું કહી

નોધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં થયેલા કુલ મૃત્યુ નો આંક 3689  થયો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 963 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 149548 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13936 છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.46 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે