Interesting/ ઉનાકોટી – અહીં આવેલી છે 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ, શું છે રહસ્ય

આ રહસ્યમય પ્રતિમાઓને કારણે જ આ સ્થળનું નામ ઉનાકોટી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ કરોડમાં એક ઓછો એમ થાય છે.  આ સ્થાનને ઇશાન ભારતના સૌથી મોટા રહસ્યો માનવામાં આવે છે. ઘણાં વર્ષોથી આ સ્થાન વિશે કોઈ જાણતું ન હતું. જો કે, હજી પણ બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે.

India
akshardham 1 ઉનાકોટી – અહીં આવેલી છે 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ, શું છે રહસ્ય

વિશ્વ ઘણા રહસ્યોથી ભરેલું છે. ઉનાકોટીમાં પણ આવું જ એક રહસ્ય છુપાયેલું છે. ત્યાં જંગલ વિસ્તારમાં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ આવલી છે. વૈજ્ઞાનિકો અથવા સંશોધનકારો આ રહસ્યો પાછળનું સત્ય શોધવા પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ અટવાઈ જાય છે.

Unakoti: A Hidden Treasure of Magnificent Beauty and Everlasting Charm - RailYatri Blog

ઉનાકોટીનું રહસ્ય

ખરેખર, આ જગ્યા ત્રિપુરાની રાજધાની અગરતલ્લાથી આશરે 145 કિલોમીટર દૂર છે, જેને ઉનાકોટી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં કુલ 99 લાખ 99 હજાર 999 પત્થરની મૂર્તિઓ છે, જેના રહસ્યો આજદિન સુધી ઉકેલાયા નથી. જેમ કે- આ મૂર્તિઓ કોણે બનાવી છે, ક્યારે અને કેમ બનાવવામાં આવી છે અને એક કરોડમાં  કેમ એક ઓછું  વિગેરે ? જોકે તેની પાછળ ઘણી વાર્તાઓ છે, જે આશ્ચર્યજનક છે.

Unakoti, Agartala, Tripura, India - YouTube

ઉનાકોટીનો અર્થ

આ રહસ્યમય પ્રતિમાઓને કારણે જ આ સ્થળનું નામ ઉનાકોટી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ કરોડમાં એક ઓછો એમ થાય છે.  આ સ્થાનને ઇશાન ભારતના સૌથી મોટા રહસ્યો માનવામાં આવે છે. ઘણાં વર્ષોથી આ સ્થાન વિશે કોઈ જાણતું ન હતું. જો કે, હજી પણ બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે.

Unakoti, Tripura - Picture of Unakoti, Agartala - Tripadvisor

ઉનાકોટીનું રહસ્યમય રહસ્ય

ઉનાકોટીને રહસ્યમય સ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ એક પર્વતીય વિસ્તાર છે જે ગાઢ જંગલો અને પથરાળ વિસ્તારોથી ભરેલો છે. હવે જંગલની વચ્ચે લાખો મૂર્તિઓ કેવી રીતે બનાવવામાં આવી ..? આવી મૂર્તિ બનાવવા માં વર્ષોનો સમય લાગી શકે..? અગાઉ આ વિસ્તારમાં કોઈ રહેતું ન હતું. તે લાંબા સમયથી સંશોધનનો વિષય છે.

Things to do in Unakoti, Tripura - Outlook Traveller

ઉનાકોટીથી સંબંધિત દંતકથા

પત્થરો અને કોતરવામાં આવેલા હિંદુ દેવતાઓની શિલ્પો વિશે ઘણી પૌરાણિક કથાઓ છે. જેમાંથી  એક ભગવાન શિવ અને દસ કરોડ દેવ-દેવતાઓની કથા છે.

Unakoti Rock Sculptures, Tripura Sights, Tribal Art - KarmaIndia | Beauté du monde, Art, Beauté

એવું માનવામાં આવે છે કે એક સમયે ભગવાન શિવ સહિત એક કરોડ દેવ-દેવતા ક્યાંક જતા હતા. રાત પડી હોવાથી બાકીના દેવી-દેવતાઓએ શિવને ઉનાકોટીમાં રોકાઈને આરામ કરવા કહ્યું.  શિવજી સંમત થયા, પરંતુ તે જ સમયે તેમણે એમ પણ કહ્યું કે સૂર્યોદય પહેલા સૌએ આ સ્થાન છોડવું જ જોઇએ. પરંતુ માત્ર ભગવાન શિવ સૂર્યોદય પહેલા  જાગતા હતા, બીજા બધા દેવી-દેવતાઓ સૂતા હતા. આ જોઈને ભગવાન શિવ ગુસ્સે થયા અને બધાને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. આ કારણોસર, અહીં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ છે, એટલે કે એક કરોડથી ઓછી (ભગવાન શિવ સિવાય).

Unakoti – The best kept secret of Tripura

 કારીગર અને ભગવાન શિવની કથા

આ મૂર્તિઓના નિર્માણને લઈને બીજી એક વાર્તા ચલણમાં છે. એવું કહેવામાં આવે છે કે કાલુ નામનો એક કારીગર હતો, જે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર જવા માંગતો હતો, પરંતુ આ શક્ય નહોતું. જો કે, કારીગરના આગ્રહને કારણે ભગવાન શિવએ તેને કહ્યું કે જો તે એક જ રાતમાં એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવશે, તો તેઓ તેને પોતાની સાથે કૈલાસ લઈ જશે.

The Mysterious Stone Carvings In Unakoti – Earth is Mysterious

આ સાંભળીને કારીગર મોટા ઉત્સાહથી પોતાના કાર્યમાં જોડાયો અને એક પછી એક ઝડપથી પ્રતિમાઓ બનાવવાનું શરૂ કર્યું. તેણે આખી રાત મૂર્તિઓ બનાવી, પણ જ્યારે સવારની ગણતરી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમાં એક મૂર્તિ ઓછી છે. આને કારણે ભગવાન શિવ કારીગરને પોતાની સાથે લઇ ગયા નહીં. માનવામાં આવે છે કે આ કારણથી જ આ સ્થાનનું નામ ‘ઉનાકોટી’ રાખવામાં આવ્યું.