Not Set/ દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન

પ્રથમ મુખ્યમંત્રી ડો. ગોવિંદ વલ્લભ પંતથી શરૂ કરી વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજની વાત, ત્રણ આગેવાનો ચાર-ચાર વખત મુખ્યમંત્રી બન્યા હતાં

India Trending
કેન્દ્રમાં સરકાર

ઉત્તરપ્રદેશ એક એવું રાજ્ય છે જે દેશમાં સૌથી મોટું રાજ્ય છે. ૮૦ જેટલી સંસદીય બેઠકો હોવાના કારણે મોટેભાગે અપવાદ બાદ કરતાં દિલ્હીના સિંહાસને પહોંચાની સીડી બને છે. વિધાનસભાની ૪૦૦ બેઠકો છે ને આ રાજ્યમાં બહુમતી મેળવનાર પ્રશ્ને ધારાસભ્યોના મતો દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઉપયોગી બની શકે છે. ૧૯૫૨થી ૨૦૨૧ સુધીનો ઈતિહાસ જાેઈશું તો લોકસભાની જેટલી ચૂંટણી યોજાઈ છે તેમાં મોટેભાગે આ રાજ્યમાં બહુમતી કે મોટાભાગની બેઠકો મેળવનાર પક્ષની કેન્દ્રમાં સરકાર રચાઈ છે. જાે કે ૧૯૯૧ પછીની કેટલીક ચૂંટણી એવી પણ છે કે જેમાં ઓછી બેઠકો મેળવનાર પક્ષ પણ ત્યાં સત્તાસ્થાને બેઠો છે.himmat thhakar 1 દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન

અનેક ધર્મસ્થળો ધરાવતા આ રાજ્યમાં ભલે પ્રારંભિક વર્ષોમાં દેશના સૌથી જૂના પક્ષ ગણાતા કોંગ્રેસે શાસન કર્યું હોય પરંતુ છેલ્લી ચાર ચૂંટણીથી કોંગ્રેસ લગભગ તળિયે ગયેલી છે. વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર સમ ખાવા પુરતી સાત બેઠક મળી હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તો રાયબરેલીની બેઠક પર કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી સિવાય બીજુ કોઈ જીત્યું નહોતું. ટૂંકમાં દેશના સૌથી મોટા રાજ્યમાં ભાજપ અને તેના સાથી પક્ષો પાસે ૬૨ આસપાસ બેઠકો છે. ૧૦ બેઠકો બસપા પાસે અને પાંચ બેઠકો સપા પાસે છે. જ્યારે વિધાનસભામાં ૪૦૦ પૈકી ૨૯૮ જેટલી બેઠકો ભાજપ પાસે છે. સપા બસપા અને અન્ય બેઠકોનો સરવાળો ત્રણ આંકડાની અંદર છે. જાે કે ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪માં ૮૦ માંથી ૭૦ સંસદીય બેઠકો મેળવી ભાજપે જે દબદબો મેળવેલો તે વિધાનસભાની ચૂંટણી (૨૦૧૭)માં પણ જાળવ્યો હતો.

nitish kumar 5 દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન

અગાઉ ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ત્યાં માયાવતીના પક્ષ બસપાએ પછાત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતોના સમીકરણ સાથે ૨૦૦ કરતાં વધુ બેઠકો જીતી અને પાંચ વર્ષ સુધી રાજ કર્યું હતં. પરંતુ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પક્ષે ૨૦૩ બેઠકો મેળવી સત્તા મેળવી હતી. કોંગ્રેસ સહિતના સાથી પક્ષોનો તેને ટેકો હતો અને પક્ષના વિભાજન, સપાના સર્વેસર્વા એવા તેના પિતા મુલાયમસિંઘ યાદવની નારાજગી વ્હોરીને અખિલેશ યાદવે પોતાના શાસનના પાંચ વર્ષ પૂરા કર્યા હતાં. ૨૦૧૭માં સત્તા બચાવવા માટે અખિલેશ યાદવના પક્ષે કોંગ્રેસ સાથે જાેડાણ કર્યું હતું. પરંતુ અગાઉ જણાવી ગયા તે પ્રમાણે સપા માત્ર ૪૫ બેઠકો આસપાસ સીમીત થઈ ગયો અને કોંગ્રેસનું તો આંગળીના વેઢે ગણી શકાય તેટલી બેઠકો સાથે પતન થયું હતું.

nitish kumar 6 દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન
ઉત્તરપ્રદેશની પ્રોવિઝનલ એસેમ્બલી વખતે પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત બન્યા હતાં. તે વખતે કોંગ્રેસ સિવાય બીજા પક્ષોની તાકાત નહિવત્‌ હતીં. ૧૯૫૨માં પણ કોંગ્રેસ જ જીતી હતી. ત્યારબાદ ૧૯૫૩, ૧૯૬૨ની ચૂંટણી સુધી કોંગ્રેસનું શાસન યથાવત રહ્યું હતું અને ત્યાં સુધીમાં સંપુર્ણાનંદ, ચંદ્રભાણ ગુપ્તા, સુચેતા કૃપલાણીને મુખ્યમંત્રી બનવાની તક મળી હતી. ૧૯૬૭માં કોંગ્રેસમાંથી અલગ પડી ચૌધરી ચરણસિંઘે ભારતીય જનતા દળ (ભાજદ) નામનો નવો પક્ષ રચી સત્તા મેળવી હતી. આ સત્તા પરિવર્તનનો પ્રથમ અંક હતો. ૧૯૭૩માં ફરી કોંગ્રેસ સત્તા પર આવી અને હેમવતીનંદન બહુગુણા મુખ્યમંત્રી બન્યા તે પહેલા બીનકોંગ્રેસી પક્ષોના બે મુખ્યમંત્રી બદલાઈ ચૂક્યા હતાં. ૧૯૭૭માં કોંગ્રેસના નારાયણદત્ત તિવારી અને ત્યારબાદ જનતા પક્ષના રામનરેશ યાદવ અને બાબુ બનારસી દાસે શાસન કર્યું હતું. યુ.પી.ના ૧૨મા મુખ્યમંત્રી ૧૯૮૦ બાદ વિશ્વનાથ પ્રતાપસિંઘ બન્યા હતા અને વી.પી.સિંહ કેન્દ્રમાં જતાં ફરી એન.ડી. તિવારીને તક મળી હતી. પરંતુ શાસન તો કોંગ્રેસનું જ હતું.

n d tivari
n d tivari

૧૯૮૫ બાદ પણ ત્યાં કોંગ્રેસનું શાસન યથાવત રહ્યું હતું. વીર બહાદુરસિંઘ અને વધુ એક વખત એન.ડી. તિવારીને મુખ્યમંત્રી બનવાની તક મળી હતી. ૧૯૮૯માં જનતાદળના મુલાયમસિંહ યાદવ પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતાં. જાે કે ૧૯૯૧ની ૨૪મી જૂને ભાજપના કલ્યાણસિંઘ મુખ્યમંત્રી બન્યા હતાં અને તેમને ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ઢાંચાનો ધ્વંશ થયા બાદ સત્તા છોડી હતી. ત્યારબાદ ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન સપાના મુલાયમસિંહ અને બસપાના માયાવતી (પ્રથમવાર) મુખ્યમંત્રી બ્યા હતાં. ૧૯૯૬ની ચૂંટણી બાદ ફરી માયાવતી અને ત્યારબાદ ભાજપના કલ્યાણસિંહ મુખ્યમંત્રી બન્યા હતાં. ૨૦૦૦ની સાલમાં ૧ વર્ષ ૧૩૭ દિવસ માટે હાલ કેન્દ્રના સંરક્ષણ મંત્રી રહેલા રાજનાથસિંઘ મુખ્યમંત્રી બન્યા હતાં. ત્યારબાદ ૨૦૦૨માં માયાવતી અને ૨૦૦૩માં ફરી મુલાયમસિંઘ એટલે કે આ સમયગાળામાં બસપા અને સપાના આગેવાનો મુખ્યમંત્રી બન્યા હતાં. પરંતુ ૨૦૦૭માં માયાવતી અને ૨૦૧૨માં અખીલેશ યાદવે ઉપર જણાવી ગયા તે પ્રમાણે બસપા અને સપાની સંપૂર્ણ બહુમતી સાથે શાસન કર્યું હતું. જ્યારે હાલ ૪૦૩ સભ્યોની વિધાનસભામાં ભાજપના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે.
૧૯૫૨ થી ૨૦૧૭ સુધીની ચૂંટણીઓ દરમિયાન યુપીના કુલ ૨૧ મુખ્યમંત્રીઓ બદલાયા છે. યુપીમાં કોંગ્રેસ ઉપરાંત ભારતીય ક્રાંતિદળ, ભારતીય જનતા પાર્ટી, બસપા, સંસ્થા કોંગ્રેસ, જનતાદળ અને જનતા પાર્ટી અને સમાજવાદી પક્ષ સહિત આઠ પક્ષોને શાસન કરવાનો મોકો મળ્યો છે. જેમાં માયાવતી, મુલાયમસિંઘ અને નારાયણદત્ત તિવારીને તો ૪-૪ વખત રાજ કરવાની તક મળી છે. ૧૦ થી વધુ વખત વધતા ઓછા સમય માટે ત્યાં રાષ્ટ્રપતિ શાસન પણ લદાયું હતું.

કોરોનાની નવી ગાઈડલાઈન્સ / પંજાબ રાજય માં લોકોને RTPCR રિપોર્ટ વગર પ્રવેશ નહીં મળી શકે

રાજકીય વિશ્લેષણ / નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!