Business/ ‘અકાસા એર’ પર મંડરાયા સંકટના વાદળો, 43 પાયલોટે આપ્યું રાજીનામું

આ પાયલોટ અકાસા એરની હરીફ એરલાઇનમાં જોડાયા હોવાના અહેવાલ છે.

Trending Breaking News Business
Mantavyanews 66 'અકાસા એર' પર મંડરાયા સંકટના વાદળો, 43 પાયલોટે આપ્યું રાજીનામું

તાજેતરમાં શરૂ થયેલી અકાસા એર (Akasa Air) પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. 43 પાયલોટના રાજીનામા બાદ એરલાઈન બંધ થઈ શકે છે, એરલાઈને મંગળવારે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી હતી. પાયલોટના અચાનક રાજીનામાને કારણે સપ્ટેમ્બરમાં એરલાઇનને દરરોજ 24 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એરલાઇનના વકીલે જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાને કહ્યું કે પાયોલોટે છ મહિના અને એક વર્ષનો ફરજિયાત નોટિસ પીરિયડ પૂર્ણ ન કર્યો હોવાથી, અકાસા એરને દરરોજ ઘણી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

આ પાયલોટ અકાસા એરની હરીફ એરલાઇનમાં જોડાયા હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલોએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, એક ટોચના એક્ઝિક્યુટિવે હરીફ જૂથને પત્ર લખીને પાયલોટના વોકઆઉટ પર એરલાઇનની ચિંતા વ્યક્ત કરી છે અને તેને અનૈતિક ગણાવ્યું છે.

અકાસા એર જે દરરોજ 120 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જો રાજીનામું ચાલુ રહેશે તો આ મહિનામાં 600-700 ફ્લાઇટ્સ રદ થવાની અપેક્ષા છે. તેમણે ઓગસ્ટમાં 700 ફ્લાઈટ્સ રદ કરી હતી. એરલાઈને કોર્ટને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ફરજિયાત નોટિસ પિરિયડ નિયમો લાગુ કરવા માટે સત્તા આપવા વિનંતી કરી છે.

એરલાઇન કથિત રીતે પાયલોટ સામે દંડાત્મક પગલાંની માંગ કરી રહી છે અને ફ્લાઇટ્સ રદ અને ગ્રાઉન્ડિંગને કારણે આવકના નુકસાન માટે વળતર તરીકે આશરે 22 કરોડની માંગ કરી રહી છે.

આ પણ વાંચો: Women Reservation Bill/ મહિલા અનામત બિલ પર માયાવતીના સૂર બદલાયા, કહ્યું- ‘આ સરકારની રમત છે’

આ પણ વાંચો: ક્રાઈમ/ અનેક લોકોના વિદેશ જવાના સપના રોળાયા, યુકેના વિઝાને નામે એજન્ટે કરી દોઢ કરોડથી વધુની છેતરપિંડી

આ પણ વાંચો: Women’s Reservation Bill/ મહિલા અનામત બિલમાં SC, ST અને OBCને અનામત આપોઃ સોનિયા ગાંધી