Not Set/ અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મળી મોટી સફળતા, મિશેલ બાદ સક્સેના અને દીપક તલવારને લવાયા ભારત

નવી દિલ્હી, VVIP ચોપર હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડ મામલે ભારતને મોટી સફળતા મળી છે. આ મામલે તપાસ કરી રહેલી તપાસ એજન્સી પ્રવર્તમાન નિર્દેશાલય (ED) દ્વારા આરોપી રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં આવ્યા છે અને તેઓને હાલમાં EDના હેડકવાર્ટરમાં રાખવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને ED દ્વારા સંયુક્ત આરબ અમીરાતના દુબઈતથી પકડવામાં આવ્યા છે. આ […]

Top Stories India Trending
jaQyByGi અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મળી મોટી સફળતા, મિશેલ બાદ સક્સેના અને દીપક તલવારને લવાયા ભારત

નવી દિલ્હી,

VVIP ચોપર હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડ મામલે ભારતને મોટી સફળતા મળી છે. આ મામલે તપાસ કરી રહેલી તપાસ એજન્સી પ્રવર્તમાન નિર્દેશાલય (ED) દ્વારા આરોપી રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં આવ્યા છે અને તેઓને હાલમાં EDના હેડકવાર્ટરમાં રાખવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને ED દ્વારા સંયુક્ત આરબ અમીરાતના દુબઈતથી પકડવામાં આવ્યા છે.

આ પહેલા ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં UAE દ્વારા પ્રત્યાર્પણ હેઠળ અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાના મુખ્ય સૂત્રધાર એવા મિશેલ ક્રિશિયનને ભારતને સોપવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે આ EDની બીજી મોટી કાર્યવાહી છે.

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મળી મોટી સફળતા, મિશેલ બાદ સક્સેના અને દીપક તલવારને લવાયા ભારત

અત્રે ઉલ્લેખનીય છે કે, સતત સમન આપ્યા બાદ પણ આરોપી રાજીવ સક્સેના પૂછતાછ માટે હાજર રહ્યો ન હતો અને ત્યારબાદ ૬ ઓકટોબરના રોજ તેના વિરુધ ગેર જમાનતી વોરંટ જાહેર કરાયું હતું.

રાજીવ સક્સેનાનું નામ એ ચાર્જશીતમાં છે, જે પત્ની શિવાની વિરુધ દાખલ કરાઈ હતી અને હાલમાં જમાનત પર છે.

કોણ છે રાજીવ સક્સેના ?

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં આરોપી રાજીવ સક્સેના અને તેની પત્ની શિવાની એ દુબઈની UHY સક્સેના અને મેટ્રિક્સ હોલ્ડીંગ કંપનીમાં ડાયરેક્ટર છે. આ ઉપરાંત રાજીવ સક્સેના મોરિશિયસની એક કંપની ઇન્ટરસેલર ટેકનોલોજી લિમિટેડના ડાયરેક્ટર અને શેયરહોલ્ડર છે.

તેઓ પર ગુનો છે કે, આ કંપનીનું VVIP ચોપર હેલિકોપ્ટર ડીલમાં મની લોન્ડરિંગ કરવામાં ઉપયોગ કર્યો હતો.

કોણ છે દીપક તલવાર ?

દીપક તલવાર પર પણ મની લોન્ડરિંગનો આરોપ છે. તેના પર NGO દ્વારા ૯૦ કરોડ રૂપિયાથી વધુનું ફંડનો દુરપયોગ કરવાનો આરોપ છે અને ફોરેન કોન્ટ્ર્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)નાં ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે.

આ ઉપરાંત તલવાર પર ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છુપાવવાના મામલાની પણ તપાસ ચાલી રહી છે.