Not Set/ સાબરકાંઠા: વિદ્યાલય સંકુલના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવી વિદ્યાર્થીની

સાબરકાંઠા, સાબરકાંઠામાં પોશીના તાલુકાના દેલવાડા ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની વિદ્યાલય સંકુલના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી મુજબ દેલવાડાનાં […]

Top Stories Gujarat Others
mantavya 598 સાબરકાંઠા: વિદ્યાલય સંકુલના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવી વિદ્યાર્થીની

સાબરકાંઠા,

સાબરકાંઠામાં પોશીના તાલુકાના દેલવાડા ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની વિદ્યાલય સંકુલના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી મુજબ દેલવાડાનાં ક્સ્તુરબા ગાંધી બાલિકા વિધાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. આ કિશોરી ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી. માહિત મુજબ કિશોરીએ વિદ્યાલયનાં બાથરૂમની વેન્ટિલેશન માટેની બારીમાં દોરડું લટકાવીને આપઘાત કરી લીધો હતો.

કિશોરીએ કેમ આપઘાત કર્યો ? આપઘાત પાછળ કોનો હાથ છે.? આપઘાત છે કે હત્યા? કોઈ ડર થી આપઘાત કર્યો ? જેવા અનેક સવાલો પોસ્ટમોર્ટમ પછી અનેક જવાબ પણ મળી શકે છે. કિશોરીએ અગમ્ય કારણસર આ પગલું ભરતાં ગામલોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસ વિદ્યાલયનાં તંત્ર અને વિદ્યાર્થીનીનાં પરિવારની પૂછપરછ કરી રહી છે.

કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાની જાણ વાયુવેગે આખા પંથકમાં પ્રસરતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં.