ફરાર/ રાજકોટનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર,પોલીસની કામગીરી સામે સવાલ

રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં ખસેડવામા

Gujarat Rajkot
nikhil donga 2 રાજકોટનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર,પોલીસની કામગીરી સામે સવાલ

રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં ખસેડવામા આવ્યો હતો. જેલમાં બંધ આરોપીની તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી ચકમો આપી ફરાર થઈ જતા પોલીસતંત્રમાં દોડધામ મચી છે.અગાઉ પણ જેલમાં બંધ રહી અને ક્રાઈમનું નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે ત્યારે ફરી એક વખત તે પોલીસને ચકમો આપી અને ફરાર થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.કચ્છ જિલ્લાની પોલીસના જાપ્તામાંથી ટૂંક સમયમાં જ એક બાદ એક ચાર આરોપીઓઓ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભો થયો છે. પહેલા સચિન ઠક્કર, ત્યારબાદ JICમાંથી બાંગ્લાદેશી, ભુજની મેન્ટલ હોસ્પિટલમાંથી ભચાઉનો એક કેદી અને હવે ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાં ફરાર થતા પોલીસ જાપ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

Reconstruction of Nikhil Donga and his two companions in Gondal | ગોંડલમાં  નિખિલ દોંગા અને તેના બે સાગરીતો પાસે કરાવાયું રીકન્સ્ટ્રક્શન - Divya Bhaskar

આ અગાઉ રાજકોટના આ કુખ્યાત આરોપી નિખિલ દોંગા અને તેની ગેંગના સાગરિતો ગોંડલ જેલમાં બંધ હોવા છતા પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે. પરમાર સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેલર ડી.કે.પરમારે નિખિલ દોંગા અને તેની ગેંગને જેલમાં ફેસિલીટી પૂરી પાડી હોવાનો ખુલાસો થયો હતો. જેલમાં બેસી ગેંગ ચલાવવા નિખિલ દોંગા કુખ્યાત હોય ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગેંગના તમામ સાગરિતોને અલગ અલગ જેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો.

GUJCTOC accused Nikhil Donga escape from Bhuj General Hospital– News18  Gujarati

નિખિલ દોંગા અને તેની ટોળકીદ્વારા યોજનાબદ્ધ રીતે ગુનાઓ પાર પાડવામાં આવતા હતા. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકત નુકસાન પહોંચાડતા અને મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય 6 લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે. 19 વખત પેરોલ પર નિખિલ દોંગા બહાર આવ્યો છે અને તેના પર 14 જેટલા ગુના નોંધાયેલા છે. અત્યાર સુધીમાંનિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે. હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે 32, વિજય જાદવ સામે 13, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે 7, વિશાલ પાટકર સામે 6, દેવાંગ જોષી સામે 5, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે 4-4, નરેશ સિંધવ સામે 3 ગુના નોંધાયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…