Not Set/ દીવ/ ઝોલાવાડી અને ડાંગરવાડી વચ્ચે ભીષણ આગ ભભુકી

દીવ ના ઝોલાવાડી અને ડાંગરવાડી ના વાડી વિસ્તાર માં ભીષણ આગ ભભુકી દીવ ફાયર સ્ટેશન ના જવાનો દ્વારા સમયસર આગ ને કાબુ માં લઈ મોટી દુર્ઘટના ટળી હતી, ૨ ફાયર ટેન્ક ની મદદ થી આગ ને કાબુ માં લેવાઈ. દીવ ના ઝોલાવાડી અને ડાંગરવાડી ના વાડી વિસ્તાર માં અચાનક આગ લાગતા બુચરવાડાં પોલીસ સ્ટેશન ખાતે […]

Gujarat Others
fire દીવ/ ઝોલાવાડી અને ડાંગરવાડી વચ્ચે ભીષણ આગ ભભુકી

દીવ ના ઝોલાવાડી અને ડાંગરવાડી ના વાડી વિસ્તાર માં ભીષણ આગ ભભુકી દીવ ફાયર સ્ટેશન ના જવાનો દ્વારા સમયસર આગ ને કાબુ માં લઈ મોટી દુર્ઘટના ટળી હતી, ૨ ફાયર ટેન્ક ની મદદ થી આગ ને કાબુ માં લેવાઈ.

દીવ ના ઝોલાવાડી અને ડાંગરવાડી ના વાડી વિસ્તાર માં અચાનક આગ લાગતા બુચરવાડાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્ર જેઠવા ને જાણ કરાતા તેમણે દીવ ફાયર સ્ટેશન નો સંપર્ક સાધ્યો હતો. આ ઘટના ની જાણ થતાં તરત જ દીવ ફાયર ના જવાનો એ ઘટના સ્થળે પહોંચી ભીષણ આગ ને કાબુ માં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ માં નાના – મોટા વૃક્ષો ની સાથે હોકા ના આશરે ૧૫ થી ૧૭ જેટલા વૃક્ષો બળીને ખાક થયા હતા.

જો કે આગ વિકરાળ રૂપ લે એ પહેલા દીવ ફાયર સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી શાંતિલાલ એલ. સોલંકી ના માર્ગદર્શન હેઠળ લીડીંગ ફાયરમેન યાજ્ઞિક જેઠવા,  શેખર સિકોતરિયા, ફાયરમેન પંકજ સિકોતરીયા, મિતેષ બારૈયા, મનોહર સોલંકી, ડ્રાઈવર નંદકુમાર. ડી. પાટીલ અને ઈમરાન નદ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુ માં લેવામાં આવી હતી. દીવ ફાયર ના જવાનો દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ના પગલે અન્ય કોઈ જગ્યા કે વ્યક્તિ ને નુકશાન નહી થતાં, મોટી અનહોની તળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.