Not Set/ હૈદરાબાદ ગેંગરેપ પર સંસદમાં થઇ ચર્ચા, જયા બચ્ચન અને વિજિલા સત્યાનંથે કરી માંગ

સંસદનાં શીતકાલીન સત્રનો આજે 11મો દિવસ છે. આજે અહી ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ. પરંતુ તેમા સૌથી ખાસ હૈદરાબાદ ગેંગરેપની ચર્ચા વધુ જોવા મળી હતી. દેશમાં જે રીતે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે જેને જોતા બોલિવૂડ સ્ટાર્સથી લઇને ક્રિકેટ જગતનાં ખેલાડીઓ અને હવે સંસદમાં પણ આ મુદ્દો ચર્ચાનો મોટો વિષય બન્યો છે. શું કહે […]

Top Stories India
pjimage 20 હૈદરાબાદ ગેંગરેપ પર સંસદમાં થઇ ચર્ચા, જયા બચ્ચન અને વિજિલા સત્યાનંથે કરી માંગ

સંસદનાં શીતકાલીન સત્રનો આજે 11મો દિવસ છે. આજે અહી ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ. પરંતુ તેમા સૌથી ખાસ હૈદરાબાદ ગેંગરેપની ચર્ચા વધુ જોવા મળી હતી. દેશમાં જે રીતે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે જેને જોતા બોલિવૂડ સ્ટાર્સથી લઇને ક્રિકેટ જગતનાં ખેલાડીઓ અને હવે સંસદમાં પણ આ મુદ્દો ચર્ચાનો મોટો વિષય બન્યો છે.

શું કહે છે જયા બચ્ચન

મહિલા પશુ ચિકિત્સક સાથે થયેલા દુષ્કર્મ અને બાદમાં તેની કરવામા આવેલી હત્યાથી રાજ્યસભા સાંસદ જયા બચ્ચન એટલી દુઃખી હતી કે જે તેમની વાતો પરથી પણ સ્પષ્ટ છલકાઇ રહ્યુ હતુ. તેમણે આ ગેંગરેપ અને હત્યા પર કહ્યુ કે, મને લાગે છે કે હવે સમય છે કે જ્યારે લોકો ઇચ્છે છે કે સરકાર યોગ્ય અને ચોક્કસ જવાબ આપે.

શું કહે છે વિજિલા સત્યાનંથ

તેલંગાણાનાં હૈદરાબાદમાં બનેલી ઘટનાથી દેશભરમાં રોષનું વાતાવરણ સર્જાયું છે. મહિલાઓ તેમની સલામતી અંગે પહેલા કરતા વધારે ડરી રહી છે. જેને લઇને સંસદમાં વિજિલા સત્યાનંથ પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યુ કે, બાળકો અને મહિલાઓ માટે દેશ સલામત નથી. આ ગુના કરનારા 4 લોકોને 31 ડિસેમ્બર પહેલા મોતની સજા આપવી જોઇએ. એક ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ. સાથે તેમણે કહ્યુ કે, Justice delayed is justice denied.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.